પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ટેકસટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડયા અને મીડિયા ક્ધવીનર ડો. હર્ષદ પટેલે પ્રદેશ મીડિયા વિભાગને આપ્યું માર્ગદર્શન
પ્રદેશ કાર્યાલય શ્રીકમલક ખાતે ભાજપા પ્રદેશ મીડીયા વિભાગની રાજય સ્તરની કારોબારીની બેઠક યોજાઇ હતી.વંદે માતરમ ના રાષ્ટ્રગાન સાથે શરુ થયેલ પ્રદેશ મીડીયા વિભાગની કારોબારીને સંબોધતા પ્રદેહ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, પરિણામલક્ષી કામગીરી એ મીડીયા વિભાગની ઓળખે છે. મીડીયા વિભાગના પ્રતિનિધિ તરીકે ગમે તેવી પ્રતિકુળતા વચ્ચે પણ સફળતા પૂર્વક કાર્ય કરવું એ આપણી સ્વાભાવિક પ્રકૃતિ બની જાય છે. ભાજપાની વિચારાધારા, તેના કાર્યકલાપો તથા કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી તથા ઉપમુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વમાં કાર્ય કરી રહેલા ભાજપા સરકારના પ્રજાલક્ષી વિકાસના કાર્યોને મહત્તમ રીતે જન-જન સુધી પહોંચાડવાનું અસરકાર કાર્ય મીડીયા વિભાગે નિભાવવાનું છે. આપણા માઘ્યથી વિધાનસભાની સ્થાનિક બેઠકમાં ભાજપાની પ્રજાલક્ષી કામગીરીથી સૌ અવગત થાય તે જોવાની જવાબદારી આપણી છે તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રદેશ મીડીયા વિભાગને સંબોધતા સુચના અને પ્રસારણ તથા ટેકસપાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીઈજે ભાજપા મીડીયા વિભાગની કામગીરીના મહત્વ વિશે સૌને વિસ્તારપૂર્વક સમજણ આપી હતી. સ્થાનીક વિસ્તારની ભૌગોલિક- સાંસ્કૃતિક ઐતિહાસિક તથા રાજકીય માહીતીથી સ્થાનીક મીડીયા વિભાગના ભાજપાના પ્રતિનિધિએ સંપૂર્ણ રીતે માહીતગાર હોવું જોઇએ તે બાબત ઉપર તેમણે સવિશેષ ભાર મુકયો હતો. સ્થાનીક વિસ્તારમાં કોંગ્રેસના કાર્યક્રમો તથા તેના પ્રતિનિધિઓની નકારાત્મક ગતિવિધીઓથી જે તે વિસ્તારના સંગઠન તથા સ્થાનીક રહીશો પૂર્ણ રીતે માહીતગાર થાય તથા તેમને બેનકાબ કરવાની જવાબદારી પણ ભાજપા મીડીયા વિભાગના પ્રતિનિધિની બની રહેવી જોઇએ.
પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ ભાજપા પ્રતિનિધિઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે મીડીયા ક્ષેત્ર સાથે વ્યકિતગત સંબંધો ખુબ જ ઉ૫યોગી બનતા હોય છે. મીડીયા ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે જીવંત સંપર્ક રાખીને વિવિધ સમાચારો વિશે નિયમિત સમયે સંપર્ક બનાવી રાખવા ઉપર તેમણે ભારત મુકયો હતો. પ્રદેશથી ીલ્લા અને જીલ્લાથી મંડલ સુધી મીડીયા વિભાગના પ્રતિનિધિઓનું મજબુત નેટવર્ક ઉભું કરવાની પહેલને તેમને બીરદાવીને તેને હજુ વિસ્તૃત બનાવવા સૌને સુચન કર્યુ હતું. ભાજપાના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના રીપોર્ટર તરીકે કાર્ય કરીને મેધાવી પ્રતિભા ધરાવતા અટલ બિહારી બાજપાઇ આપણા દેશના પ્રધાનમંત્રી બન્યા હતા.
પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડયાએ તેમની આગવી શૈલીમાં પ્રતિનિધિઓને સંપર્ક અને સંબંધ વચ્ચેનો ભેદ સમાવ્યો હતો. પાણીમાં તેલનું ટીપુ નાખવું તે સંપર્ક અને પાણીમાં દુધનું ટીપું નાખવું તે સબંધ – તેમ કહીને મીડીયા ક્ષેત્રના પ્રતિનિધીઓ સાથે જીવંત અને સકારાત્મક સબંધ રાખવાની જવાબદારી વિશે ભાજપા મીડીયા વિભાગના પ્રતિનિધિઓને સમજણ આપી હતી. મીડીયા વિભાગમાં કાર્ય કરતી વખતે ભાજપાના શ્રેષ્ઠ વકીલ તરીકે કેન્દ્ર તથા રાજય સરકારની પ્રશંસનીય કામગીરીને નાવીન્ય સભર આગવી શૈલીમાં રજુ કરવા ઉ૫ર તેમણે સૂચન કર્યુ હતું. કોંગે્રસની નકારાત્મક તથા પ્રજાવિરોધી ગતિવિધિઓ અસરકાર રીતે જન-જન સુધી પહોંચાડવાની આપણી જવાબદારી બની રહે તેમ તેમણે જણાવ્યું હતું. આગામી સમયમાં બુઘ્ધિશકિત, સમયશકિત અને કાર્યશકિતને પૂર્ણ‚પે કામે લગાડીને ભાજપાને ૧૫૦+ બેઠકો મેળવવામાં આગામી વિધાનસભામાં ઉદ્દીપ‚પે કાર્ય કરવા તેમણે સૌની હાંકલ કરી હતી.
પ્રદેશ મીડીયા ક્ધવીનર ડો. હર્ષદભાઇ પટેલે ચોમાસાની આ પ્રતિકૂળ મોમસમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતભરમૉથી હાજર રહેલ ભાજપાના મીડીયા વિભાગના પ્રતિનિધિઓને અભિનંદન આપ્યા હતા. આગામી વિધાનસભાની ચુંટણીઓને અનુલક્ષીને ભાજપના કેન્દ્ર તથા રાજય સરકારની પ્રજાલક્ષી ઉપલબ્ધિઓને અસરકાર રીતે સમાચાર માઘ્યમો સુધી પહોંચાડવી, ટીવી તથા સોશીયલ મીડીયામાં કોંગ્રેસની નકારાત્મક અને ખંડનાત્મક પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડવામાં ભાજપા મીડીયા વિભાગના પ્રતિનિધિઓની જવાબદારી અનેક ગણી બની રહે છે તેમ તેમણે જણાવી આગામી સમયમાં ધનિષ્ઠ સંપર્ક જાળવવા ઉપર તેમણે ભાર મુકયો હતો.
સમગ્ર કારોબારીનું સંચાલન પ્રદેશ મીડીયા વિભાગના સભ્ય ડો. હેમંત ભટ્ટે સંભાળ્યું હતું. પ્રદેશ વિભાગના સભ્યો રાજુભાઇ ધ્રુવ તથા શ્રી વિનોદ જૈન સહીત ભાજપા મીડીયા વિભાગના સૌ આગેવાનો સહીત રાજયભરમાંથી ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં આજની કારોબારીમાં ઉ૫સ્થિત રહ્યા હતા.