રાજ્યની છ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પૈકી બે બેઠકો માટે ઉમેદવારો ફાઈનલ: અન્ય ચાર બેઠકો માટે એક ડઝન દાવેદારો

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૭ બેઠકો પૈકી ૬ બેઠકોની પેટા ચૂંટણી માટે આગામી ૨૧મી ઓકટોબરના રોજ મતદાન થવાનું છે. ગઈકાલે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જવા પામી છે. ઉમેદવારો ફાઈનલ કરવા માટે આજે સાંજે ૬:૩૦ કલાકે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ સને ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. ૬ પૈકી રાધનપુર અને બાયડ બેઠક માટે ઉમેદવારો ફાઈનલ હોવાનું મનાઈ રહ્યું છે જ્યારે અન્ય ચાર બેઠકો માટે એક ડઝની વધુ દાવેદારો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત શનિવારે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું હતું. સાો સા ગુજરાત સહિત ૧૮ રાજ્યોની ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર કરાઈ હતી. ગુજરાતની ૭ બેઠકો પૈકી શનિવારે ચાર બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરાયા બાદ રવિવારે વધુ બે બેઠક માટેની તારીખનું એલાન કરવામાં આવ્યું હતું. ૨૧મી ઓકટોબરના રોજ યોજાનારી ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામુ પ્રસિધ્ધ તાંની સો જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જવા પામી છે.

પેટા ચૂંટણી માટે ઉમેદવારો નકકી કરવા આજે સાંજે ૬:૩૦ કલાકે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સને ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, સંગઠન મહામંત્રી ભિખુભાઈ દલસાણીયા ઉપસ્તિ રહેશે. આ ઉપરાંત જે વિધાનસભા બેઠક જે જિલ્લામાં આવતી હશે તે જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, સંકલન સમીતીના સભ્યો, પ્રદેશ દ્વારા નિયુકત કરાયેલા વિધાનસભાના ઈન્ચાર્જ, સઈન્ચાર્જ થતા પ્રભારી હાજર રહેશે.

રાધનપુર, બાયડ, લુણાવાડા, રાદ, ખેરાલુ, અમરાઈવાડી સહિત ૬ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં રાધનપુર બેઠક અને બાયડ બેઠક માટે ઉમેદવારો ફાઈનલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે આ બન્ને બેઠકો પરી ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના પ્રતિક પરી વિજેતા બનેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે અને ધારાસભ્યપદેી રાજીનામુ આપી દીધુ છે.

આ બન્નેને ભાજપ પેટા ચૂંટણીમાં ટીકીટ આપે તે વાત લગભગ ફાઈનલ છે જ્યારે અન્ય ચાર બેઠકો એટલા માટે ખાલી પડી છે કે લોકસભાની ચૂંટણીમાં આ બેઠકના ધારાસભ્યો સંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ તેઓએ ધારાસભ્યપદેી રાજીનામુ આપ્યું હતું. પેટા ચૂંટણી માટે આગામી ૩૦મીએ ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે ભાજપ એકાદ બે દિવસમાં પોતાના ઉમેદવારની ઘોષણા કરી દે તેવી સંભાવના નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.