વોર્ડ નં.૮ માં આવેલ ઇન્દ્રપ્રસ્થ મેઇન રોડ વિસ્તારમાં પેવર કામનો પ્રારંભ પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ તેમજ સોસાયટીના અગ્રણીઓના હસ્તે તેમજ વોર્ડના પ્રભારી નીતીન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, મહેશ રાઠોડ, વોર્ડ પ્રમુખ અશ્ર્વીન પાંભર, વોર્ડ પ્રમુખ અશ્ર્વીન પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, તેજશ જોશી, કોર્પોરેટર રાજુભાઇ અધેરા, જાગૃતિબેન ધાડીયાની ઉ૫સ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની તમામ સરકાર પારદર્શીતા સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર સ્તંભો ઉપર જેટ ગતિએ આગળ ધપી રહી છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને વેગ અપાઇ રહ્યો છે.

આ પ્રસંગે જયસુખ મારવીયા, ડે.એન્જી. ભટ્, અલ્કાબેન કામદાર, કિરણબેન માકડીયા, રીટાબેન પટેલ, નીનાબેન વજીર, રંજનબેન ઉમરાણીયા, રાજુલબેન ચૌહાણ, વિજયાબેન સોલંકી, શોભનાબેન સોલંકી, વર્ષાબેન પટેલ, રઘુભાઇ સોલંકી, પૂર્વેશ ભટ્ટ, જસ્મીન મકવાણા, માધવજીભાઇ પાંભર, નિલેશભાઇ ભટ્ટ, હસમુખસિંહ ગોહીલ, સહીતના ભાજપ અગ્રણી તેમજ સોસાયટીના આગેવાનો સહીતના બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.