રાજુલામાં આજરોજ ધારાસભ્ય અંબરીશ ડેરના સસ્પેશન્સના સમર્થનમાં રાજુલા શહેરમાં સજજડ બંધ રાખેલ હતો. જેમાં કોઈક ટીખળી દ્વારા મો.નં. ૯૬૮૭૪૦૨૦૨૦ પરથી ખોટી અફવા ફેલાવામાં આવલે કે કોંગ્રેસ દ્વારા બંધના એલાન સમયે કોંગ્રેસનાકેટલાક કાર્યકરો દ્વારા મુસ્લીમોને ગાળો આપીને દુકાનોબંધ કરાવવામાં આવેલ છે. જેની સામે મુસ્લીમ સમાજના અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનમાં જઈને પી.આઈ.જાડેજાને લેખીતમાં આવેદન પત્ર આપીને ખોટી અફવા ફેલાવનારા સામે પગલા ભરવાની માંગણી કરવામાં આવેલ છે. તેઓએ એવું પણ જણાવેલ છે કે, પ્રેસ, પોલીસ પોલીટીકસ વોટશેપ ગ્રુપમાં શાંતિ, સુરક્ષા સલામતી નામથી સેવ કરેલ નં. ૯૬૮૭૪૦૨૦૨૦ નામના વ્યંકિત દ્વારા આવો મેસેજ નાખેલ હતો જેની સામે કાર્યવાહી કવા માંગણી કરવામાં આવેલ છે. આ આવેદન પત્ર આપવામાં કનુભાઈ ધાખડા, ઘનશ્યામ લાયણોત્રા દિપક જાલંધરા તથા મુસ્લીમ સમાજના આગેવાને જોડાયેલ હતા.
Trending
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન