દેશની અર્થ વ્યવસ્થા વિશ્ર્વાસ ઉપર જ ટકી છે. એ વિશ્ર્વાસ દેશમાં રોકાણ કરનારાનો કે બચત કરનારનો છે.બંનેના વિશ્ર્વાસ અને પારદર્શકતાનો અનુભવ કરે એ અમારા પ્રાથમિકતા છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ.
વડાપધાન મોદીએ જણાવ્યું હતુ કે દેશમાં બેંકીંગ અને વીમા ક્ષેત્રોમાં અનેક તકો છે. અને ધ્યાનમા રાખીને જ અમે બજેટ ૨૦૨૧માં અમે કેટલાક પગલા લીધા છે. એમાં પીએનબીનું ખાનગીકરણ વીમા વ્યવસ્થામાં સીધુ વિદેશી રોકાણ વધારીને ૭૪ ટકા કર્યું છે. એ હોય કે એલઆઈસીનો આઈપીઓ લાવવાનું હોય એ કામ અમે કર્યા છે.
તેમણે જણાવ્યું કે દેશની અર્થ વ્યવસ્થા કોઈ આધાર પર ટકી હોય તો તે એ છે વિશ્ર્વાસ આપણી કમાણી પરનો વિશ્ર્વાસ રોકાણની વૃધ્ધિનો ફૂલવા ફાલવાનો વિશ્ર્વાસ દેશના વિકાસનો વિશ્ર્વાસ દેશના નાણાંકીય વિભાગને લઈ સરકારની દ્રષ્ટિ સ્પષ્ટ છે. દેશમાં કોઈપણ બચત કરનાર કે નાણાં રોકાણ કરનાર બંનેનો વિશ્ર્વાસ પારદર્શકતા વધે એ અમારી પ્રાથમિકતા છે.
વડાપ્રધાને આમજનતાને સ્પર્શી જણાવ્યું કે આત્મનિર્ભર ભારત ફકત ઉદ્યોગોકે મોટા શહેરોથી જ શકય નથી આત્મનિર્ભર ભાતર તો નાના નાના શહેરો, ગામડાના લોકોનાં પરિશ્રમથી જ સાકાર થશે. આત્મનિર્ભર ભારત ખેડુતો, કૃષિ ઉત્પાદનોને વધુ સારી બનાવનારા એકમોથી જ બનશે.
આપણા ફીનટેક સ્ટાર્ટઅપ બહુ જ સારૂ કામ કરી રહ્યા છે અને દરેક ક્ષેત્રમાં વિકાસની સંભાવના શોધી રહ્યા છે. કોરોનાકાળમાં જેટલી સ્ટાટઅપ ‘ડીલ’ થઈ એમાં આપણા ફીનટેક સ્ટાર્ટઅપનો હિસ્સો બહુ મોટો છે. સામાન્ય પરિવારની કમાણીની સુરક્ષા, સરકારી લાભ ગરીબો સુધી પહોચે અને વચેટીયા વિના પૂરેપૂરા લાભ મળે અને દેશના વિકાસ માટેની માળખાકીય સવલતોમાં રોકાણને પ્રોત્સાહન મળે એ અમારી પ્રાથમિકતા છે.
૯૦ લાખ ખાનગી એકમોને ૨.૪ લાખ કરોડનું ધિરાણ
અમે ખાનગી એકમોને પ્રોત્સાહિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ જોકે દેશમાં બેંકીંગ અને વીમામાં સાર્વજનીક ક્ષેત્રની મોટી ભાગદારી આવશ્યક છે. કોવિડ ૧૯ના સમય દરમિયાન એમએસએમ માટે વિશેષ યોજનાઓ બનાવી હતી આ યોજનાઓ અંતર્ગત ૯૦ લાખ એકમોને ૨.૪ લાખ કરોડ રૂપીયાનું ધીરાણ કરાયું છે.
નાના ઉદ્યોગકારોને આપ્યું ૧૫ લાખ કરોડનું ધિરાણ
મુદ્રા યોજના હેઠળ છેલ્લા વષોમાં લગભગ ૧૫ લાખ કરોડનું ધિરાણ નાના આદ્યોગિક એકમોને આપવામાં આવ્યું છે. જેમાં ૭૦ ટકા મહિલાઓ છે. અને ૫૦ ટકાથી વધુ દલિત, વંચિત, આદિવાસી અને પછાત વર્ગનાં ઉદ્યોગકારો છે.સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્ર્વાસ આ માત્ર નાણાંકીય ક્ષેત્રમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આજે ગરીબ, ખેડુત, પશુપાલક, માછીમાર, દરેક નાના દુકાનદાર તમામને સરળતાથી ધિરાણ મળી રહ્યું છે.તેમ વડાપ્રધાને જણાવ્યું હતુ.