Abtak Media Google News
  • બેઠકમાં ચાંદીપુરા વાયરસ, કોલેરા, ડેમો તથા માર્ગોની સ્થિતિ વગેરે બાબતોની સમીક્ષા કરી
  • જામનગર બાદ મુખ્યમંત્રી દ્વારકામાં વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે1669de1d 38c0 4cd7 ac48 720f7c0d73a6

જામનગર ન્યુઝ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 23 જુલાઈના રોજ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે છે. તેઓ જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રીના આગમનને લઈ તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે યોજાય તે માટે જિલ્લા કલેકટર બી. કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કલેક્ટરે મુખ્યમંત્રીના આગમનને આનુસંગિક તમામ વ્યવસ્થાઓ ત્વરિત હાથ ધરવા અધિકારીઓને સૂચન કર્યું હતું તેમજ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અને કોલેરા રોગની પ્રવર્તમાન પરિસ્થિતિ, જિલ્લાના ડેમો તથા માર્ગો વિશે પણ ઉપસ્થિત અધિકારીશ્રીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સમીક્ષા કરી હતી.8375f7e8 b737 4292 80b4 584c2f44896a

બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઇજનેર સ્ટેટ,પંચાયત, પીજીવીસીએલ, એરપોર્ટ ઓથોરિટી, આર.ટી.ઓ., ફાયર વગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.