જીએસટી સરળી કરણ સેમિનારમાં રિફંડ અપાયા : ૧૦ લાખ સુધીના

રિફંડ મોરબીમાં અને તેથી વધુ રકમના રિફંડ રાજકોટથી આપવાનું શરૂ

જીએસટી અમલી બન્યા બાદ લાંબા સમયથી રિફંડની રાહ જોતા વેપારીઓને જીએસટી વિભાગ દ્વારા રિફંડ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં મોરબીમાં યોજાયેલ સેમિનારમાં એક જ દિવસમાં ૧૩ વેપારીઓને બે કરોડના રિફંડ અપાયા હતા.

૧ જુલાઈ ૨૦૧૭ થી દેશભરમાં લાગુ પડેલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટ્લે કે જીએસટીની અમલવારી બાદ શરૂઆતમા આ બાબતે વેપારીઓમાં નારાજગી વ્યક્ત થઈ હતી જો, કે બાદમાં વેપારીઓએ સ્વીકારી લીધુ હતુ.  મોરબી જિલ્લામા ૧૦ હજારથી વધુ વેપારીઓ અને ઉદ્યોગકારોએ જીએસટી નંબર મેળવ્યા હતાં અને ૩૧મી મે સુધીમા ૩૨૬ કરોડની રકમની સરકારને જીએસટી માંથી સીધી આવક થઈ હતી.

મોરબી ખાતે આવેલી જીએસટી કચેરીમાં એક વર્ષ પુર્ણ થતા આ અંગે એક માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો હતો જેમા ૧૩  જેટલા ઉધોગકારને બે કરોડ રૂપિયાના જીએસટી રીફંડ આપવામાં આવ્યા હતાં. એક દેશ એક ટેક્સના સ્વપ્ન સાથે દેશભરમાં ૧ જુલાઈ ૨૦૧૭થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)અમલમાં  આવતા દેશમાં સમગ્ર ટેક્સ માળખામાં એક સાથે  સુધારો થવા લાગતા ભારે ઉહાપોહ સર્જાયો હતો અર્થ વ્યવસ્થા પણ ડામાડોળ થઇ ગઇ હતી. શરૂઆતમાં વેપારીઓ તો ઠીક અનેક ચાર્ટડ એકાઉટન્ટ વગેરેને પણ જીએસટીની પ્રક્રિયા સમજવામાં આખે અંધારા આવી ગયા હતાં.

જોકે આ નવી સિસ્ટમમાં  ધીમે ધીમે સ્થિતિમાં સુધારો થયો હતો. મોરબી જિલ્લાની સ્થિતી જોઈએ તો સીરામીક ઉધોગ,ઘડિયાળ,મીઠાં સહિતનાં ઉધોગકારો માટે જીએસટી સમજવું ખૂબ અઘરું બની ગયુ હતુ. વધુમાં મોરબી જિલ્લો રાજકોટ અને મોરબી સ્ટેટ જીએસટી એમ બે વિભાગમાં આવે છે. મોરબી ખાતે આવેલી કચેરીમા મોરબી,માળિયા મિયાણા, અને ટંકારાનો સમાવેશ કરાયો હતો જ્યારે વાક્નેરને રાજકોટ ખાતે આવેલી સ્ટેટ જીએસટી કચેરી સાથે સાંકળવામાં આવ્યાં હતાં.

મોરબી જિલ્લા માંથી રાજય સરકારને જીએસટી માંથી ૧ જુલાઈ ૨૦૧૭ થી ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં રૂ.૨૬૭૧૨૩૪૯૫૦ ની આવક થઈ હતી તેમજ ૧  એપ્રિલ ૨૦૧૮ થી ૩૧ મી મે સુધીમાં  તેં વધીને રૂ. ૩૨૬૪૪૨૫૪૩૭ સુધી પહોચી હતી.ઉપરાંત જીએસટીમા નોંધાયેલ વેપારીઓની સંખ્યા અંદાજે ૧૦  હજારથી પણ વધુની થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.