ફાર્મસી ફાઉન્સીલ ના નવા નિયમો દિવસેને દિવસે અધરા થતા જાય છે. આ નિયમો અંતર્ગત રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટને પોતાનું ફાર્મસીનું રજીસ્ટ્રેશન સ્ટેટ ફાર્મસી દ્વારા રીન્યુ કરાવવા માટે સ્ટેટ ફાર્મસી દ્વારા માન્ય અને મંજુર થયેલ બે દિવસના એક કે એક દિવસના બે રિફેશન કોર્ષ કરવા અનિવાર્ય છે. હાલ સ્ટેટ ફાર્મસી કાઉન્સીલમાં કુલ ૬૬૦૦૦ જેટલા ફાર્માસીસ્ટ રજીસ્ટર્ડ થયેલ છે. આ દરેક ફાર્માસીસ્ટને દર પાંચ વષે પોતાનું રજીસ્ટ્રેન રીન્યુ કરાવવું પડતું હોય છે. આ રીન્યુલ પેલા તેઓએ રિફેશર કોર્ષ કરવો પડતો હોય છે. આ કોર્ષનો મુળભુત હેતુ હાલના ફાર્માસીસ્ટને અપડેટ કરવાની છે જેથી કરીને અત્યારની હેલ્થકેર સીસ્ટમમાં તેઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે.
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિ. ના ફાર્મસી ભવન દ્વારા આ રિફેશર કોર્ષ તા. ૯ અને ૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ યોજવામાં આવ્યો હતો. ફાર્મસી ભવન દ્વારા અગાઉ પણ આવા ચાર રિફેશર કોર્ષ સફળતા પૂર્વક યોજાય ગયેલ છે આ કોર્ષમાં ૧૦૦ કરતાં વધારે ફાર્માસીસ્ટો એ રજીસ્ટ્રેન કરાવ્યું હતું.
આ કાર્યક્રમના ઉદધાટન સમારોહમાં કાઉન્સીલના એકઝિકયુટીવ મેમ્બર મહેશભાઇ વેકરીયા, કોર્ષ ડાયરેકટર ફાર્મસી ભવનના અઘ્યક્ષ ડો. મિહિરભાઇ રાવલ, કોર્ષ કોર્ષ કો-ઓડીનેટર ફાર્મસી ભવનના વ્યાખ્યાતા ક્રિષ્નાબેેન કોરડીયા તથા કોર્ષ કો-ઓડોડીનેટર રાજેશ્રીબેન પટેલ ઉ૫સ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વિવિધ તજજ્ઞો જેવા કે ડો. રમેશભાઇ પરમારે રસીકરણ અને તેના ફાયદાઓ વિષે ડો. મુકેશભાઇ ખેરે ના કાયદાઓ દેવેન્દ્રભાઇ વૈષ્ણવે દવાઓની આડઅસર વિષેના રિપોર્ટ ડો. કેવીનભાઇ ગરાળાએ દવાઓના સ્ટોરેજની અસરો વિષે ડો. દેવાંગભાઇ પંડયાએ ફાર્મસી પ્રોફેસન ભારતમાં તથા ડો.લાલજી બલદાનિયાએ (એસો. પ્રો. મારવાડી યુનિ.) દવાઓમાં ૩ડી પ્રિન્ટીંગ તથા ખુશી પાઠકે (એકઝીકયુટીવ ઓફીસર ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ) ડાયાબીટીસમાં વપરાતી દવાઓ ના ઇન્ટરેકસન વિષે સચોટ માહીતી આપી હતી જે ફાર્માસીસ્ટોને ઉપયોગી થઇ હતી.
આ કાર્યક્રમની સફળતા માટે ફાર્મસી ભવનની ટીમને સૌરાષ્ટ્ર યુનિ.ના માન. કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી, માન. કુલનાયક ડો. વિજય દેેસાણી, રજીસ્ટ્રાર રમેશભાઇ પરમાર તથા જીટીયુ કુલપતિ ડો. નવીનભાઇ શેઠ શુભેચ્છા પાઠવી હતી.