સિંદરીયા ખાણ પાસેથી પિસ્તોલ સાથે પકડાયેલો શખ્સની લૂંટ સહિતના ગુનામાં સંડોવણી
શહેરમાં ગેરકાયદે શસ્ત્રો ધરાવતા શખ્સોને ઝડપી લેવા શરૂ થયેલી ઝૂંબેશના ભાગરૂપે પોલીસે સિંદૂરિયા ખાણ નજીકથી નામચીન શખ્સને પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો. પિસ્ટલ સાથે પકડાયેલો શખ્સ અગાઉ લૂંટ, બળજબરીથી પૈસા પડાવવા સહિત ૮ ગુનામાં પકડાઈ ચૂકયો છે. ગેરકાયદે શસ્ત્ર કોની પાસેથી મેળવ્યું હતુ એ જાણવા પોલીસે આરોપીનાં રિમાન્ડ મેળવવા તજવીજ શ‚ કરી છે.
દેવપરામાં સિંદુરીયા ખાણ નજીક રહેતો ભરતા રમેશભાઈ ડાભી નામનો શખ્સ ગેરકાયદે શસ્ત્ર રાખતો હોવાની ભકિતનગર પોલીસ મથકના રણજીતસિંહ પઢારીયાને સચોટ બાતમી મળી હતી. પીઆઈ વી.કે. ગઢવીની સૂચનાથી પીએસઆઈ પી.બી. જેબલીયા,મદદનીશ સલીમભાઈ મકરાણી સહિતના સ્ટાફે સિંદુરીયા ખાણ નજીક કૈલાસ પાન નજીક બેઠેલા ભરત ડાભીને અટકાયતમાં લીધો હતો. અંગજડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની મેગજીનવાળી પિસ્ટલ મળી આવી હતી. પોલીસે ગેરકાયદે શસ્ત્ર કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, પિસ્ટલ
સાથે પકડાયેલો ભરત ડાભી અગાઉ લૂંટ, બળજબરીથી પૈસા પડાવવા, ખૂની હુમલો અને ખૂનની ધમકી સહિત ૮ ગુનામાં પકડાઈ ચૂકયો છે. માથાભારે શખ્સની છાપ ધરાવતો ભરત ડાભી કમિશનથી ઉઘરાણી ના હવાલા લઈને પૈસા કઢાવી આપતો હોવાની માહિતીમળતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે.