ધારાસભ્ય રીવાબા જાડેજા સાથે ઝઘડા મુદ્દે સાંસદ પૂનમબેન માડમે આપ્યું નિવેદન
ધારાસભ્ય રીવાબા જાડેજા સાથે ઝઘડા મુદ્દે સાંસદ પૂનમબેન માડમે સમગ્ર વિગત જાહેર કરાઈ હતી . . તેમણે જણાવ્યુ હતું કે રીવાબાની ગેરસમજણને લીધે સમગ્ર મામલો ઊભો થયો હતો . મેયર અને સાંસદ વચ્ચે થયેલી ચર્ચા મુદ્દે રીવાબાએ તાત્કાલિક નિર્ણય લેતા ઝઘડો થયો હતો . ઝઘડો થયા પછી સાંસદે કહ્યું કે રીવાબા મારા નાના બહેન સમાન છે અને આગામી દિવસોમાં અમે સાથે કાર્યક્રમમાં જોવા મળશું.
વધુમાં તેમણે જણાવ્યુ કે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ આ ચર્ચા યોગ્ય ન હતી માટે મે સોરી કહ્યું હતું. શાંતિથી બેસી ગેરસમજણ મુદ્દે ચર્ચા કરીશું તેવું તેણે જણાવ્યુ હતું .