ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર અને અત્યાર સુધીનો સૌથી એલિજિબલ બેચલર મલ્હાર ઠાકર હવે ફાઇનલી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર ટૂંક સમયમાં જ લગ્ન કરવાનો છે. તેમનાં લગ્નની અફવાઓ પણ ઘણા સમયથી ઊડી રહી હતી કે, તે ગુજરાતી એક્ટ્રેસ પૂજા જોશી સાથે લગ્ન કરવાનો છે. હવે ફાઇનલી મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશીએ ઓફિશિયલી આની જાહેરાત કરી દીધી છે અને તેઓ લગ્ન કરવા જઈ રહ્યાં છે.

મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ જ્યારથી રિલેશનશિપની અને લગ્ન કરીશું એવી જાહેરાત કરી ત્યારથી ફેન્સ તેમની લગ્ન તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. સાંભળવામાં આવ્યું હતું કે, તેઓ ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં લગ્ન કરશે પછી એવા સમાચાર આવ્યા હતા કે, નવેમ્બર મહિનાના અંતમાં તેઓ લગ્ન કરશે. અનેક મીડિયા ઇન્ટરવ્યુમાં જ્યારે મલ્હાર અનેપ પૂજાને લગ્ન વિશે પુછવામાં આવતું ત્યારે તેમણે મૌન રાખવાનું પસંદ કર્યું હતું અને કહ્યું હંમેશા એમ જ કહ્યું હતું કે, અમે જલ્દી લગ્ની ડેટ સાથે જાહેર કરીશું. આખરે આજે એ દિવસ આવી ગયો છે. કપલે સોશ્યલ મીડિયા (Social Media) પર એક વીડિયો પોસ્ટ કરીને ‘સેવ ધ ડેટ’નો વીડિયો જાહેર કર્યો છે. સાથે જ તેમણે તેમની લવ સ્ટોરીની ગ્લિમ્પસ શૅર કરી છે. આ લગ્નને તેમણે હૅશટેગ આપ્યું છે, #MaJa Ni Wedding.

પૂજા જોશી અને મલ્હાર ઠાકર બંનેએ સ્ક્રીન પર સાથે કામ કર્યું છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સાથે વેબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટુમાં કામ કર્યું છે. જેમાં તેમની કેમેસ્ટ્રી ખૂબ વખાણવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સીમંત’માં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લગ્ન સ્પેશ્યલ’ માં કપલની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.

પૂજા અને મલ્હારની જોડી લાઇમલાઈટમાં રહી પૂજા અને મલ્હારની જોડી ફિલ્મોમાં જોવા મળી એ પછી જ તેમના સંબંધોની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રી પૂજા જોશીએ પણ સ્વીકાર્યું કે તે અને મલ્હાર ઠાકર નવેમ્બર મહિનાના અંતમાં લગ્ન કરવાનાં છે. કોરોનાના સમયે અભિનેત્રીએ મલ્હાર સાથે એક વેબસિરીઝ કરી હતી, ‘વાત વાતમાં’. એ સિરીઝથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. આ પછી બંને ‘લગ્ન સ્પેશિયલ’ અને ‘વીર ઈશાનું સીમંત’ નામની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by Puja Joshi (@pujajoshi_official)

ત્યારે હાલમાં જ વીડિયો શૅર કરતા સાથે કૅપ્શનમાં તેઓએ લખ્યું છે કે, ‘હરખ ની હેલી અને વ્હાલ નું વાવાઝોડું || બન્ને ના પરિવારે ભેગા થઈ ને અમને ‘’*Save the Date*’’ નો વિડિયો બનાવવાનું કહેલ છે।। (ઈ લોકો ને વોટ્સએપ પર બધા ને ચગાવવું છે) ?????? #trend you know guysisss ..!! આ છે એની પ્રસ્તુતિ , આશીર્વાદ ની અપેક્ષા !! ❤️ #MaJa’

આ ઍનિમેટેડ વીડિયોમાં મલ્હાર ઠાકર અને પૂજા જોષીની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે. #MaJa Ni Weddingના લોગો સાથે તેમની રિલેશનશિપને સમજાવતાં ઇમોજીસ, કાર્ટુન કૅરેક્ટર અને મુંબઈ-અમદાવાદનું કનેક્શન દેખાડવામાં આવ્યું છે. આગળ લખ્યું છે, ૨૮ જુન – એક જ બર્થ-ડે ડેટ શૅર કરનાર બન્નેના સ્ટાર્સ શરુઆતથી જ મળતા હતા. ‘વાત વાત માં’વૅબ સિરીઝ દરમિયાન તેમની પહેલી મુલાકાત થઈ. ફિલ્મના કૉ-સ્ટાર તરીકે શરુ થયેલી સફર બેસ્ટ ફ્રેન્ડ સુધી પહોંચી અને ધીમે-ધીમે તે ખીલી. કૉફી ડેટ્સ હાર્ટફેલ્ટ કન્વર્સેશન અને ડીપર કનેક્શનમાં પરિણમી. તેમણે સાથે મળીને ગોલ્ડન ટેમ્પલની હૂંફમાં શાંતિ અને આશીર્વાદ મેળવ્યા. તેમનો પ્રેમ દરિયાઓને પાર કરીને ઓસ્ટ્રેલિયા પહોંચ્યો જ્યાં તેમણે મેમરીઝ ક્રિએટ કરી. હવે તેઓ તેમની હેપીલી એવર આફ્ટર ચેપ્ટરની શરુઆત કરવા જઈ રહ્યાં છે. કારણકે લગ્નના બંધનમાં બંધાવવાના છે. આ પછી તેમણે લગ્ન તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૪ની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.