વિદેશમાં ભણવા ઇચ્છતા હોય તો તમારુ બેગ પેક કરી લો. તમે જેટલુ વિચારો છો તેના કરતા પણ વધારે ઓછા ખર્ચમાં તમે વિદેશમાં અભ્યાસ કરી શકો છો.
ધ ઇન્ડિપેન્ડન્ટના સપોર્ટ અનુસાર, દુનિયાના ઘણા દેશો ભારત સહિત અન્ય રાષ્ટ્રોમાંથી આવતા વિદ્યાર્થીઓને મફ્તમાં શિક્ષણ આપે છે.
આ માટે તમારે માત્ર ને દેશની એજ્યુકેશન પોલિસી અને દાખલાની શર્તોને સમજીને સાચા સમય પર તૈયારી સાથે એપ્લાય કરવાનુ રહેશે.
જર્મની :
સૌથી સા‚ હાયર એજ્યુકેશન અને મફ્ત શિક્ષણના મામલે જર્મની સૌથી ઉપર છે. અહીંના કોઇપણ સરકારી યુનિવર્સિટીમાં કોઇ ટ્યુશન ફિસ લેવામાં આવતી નથી. જો કે તમારે માત્ર એડમિનસ્ટ્રેશન ફીસ આપવાની હોય છે જે વર્ષે લગભગ ૧૧ હજારથી લઇને ૧૯ હજાર ‚પિયા સુધીની હોય છે.
નોર્વે
આ દેશમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ અને ડોક્ટરે પ્રોગ્રામ સંપૂર્ણરીતે ફ્રી છે તમે નોર્વેના નાગરિક હોય કે પછી અન્ય કોઇ દેશના તેનાથી કોઇ ફર્ક નથી પડતો
સ્વીડન :
અહીંયા ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે પુરોપીય યુનિયન અને યુરોપિય ઇકોર્નમિક એરિયાના વિદ્યાર્થીઓ પાસેથી કોઇપણ પ્રકારની ફિસ લેવામાં આવતી નથી. તેમજ પી.એચડીનો પ્રોગ્રામ બધા જ દેશના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ફ્રી છે. એટલુ જ નહી પીએચડી કરતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી દર મહિનાના પૈસા પણ મળે છે.
ફિન લૈન્ડ
ફિનલૈન્ડમાં યુરોપીય યુનિયન અને યૂરોપીય ઇકોનિમિક એરિયાથી બહારના વિદ્યાર્થીઓ જો અંગ્રેજી ભાષામાં ગ્રેજ્યેએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટનો કોર્ષ કરે તો જ તેમની પાસેથી પ્રકારની ફિસ લેવામાં આવે છે જો સ્થાનિક ભાષા શીખી જાવ તો તમે પણ મફ્તમાં અભ્યાસ કરી શકો છો.
ચેક રિપબ્લિક
અહીંયા દરેક દેશના નાગરિકને મફ્તમાં હાયર એજ્યુકેશન અપાય છે. બસ શરત એટલી કે તમને અહીયાની લોકલ ભાષા આવડવી જોઇએ.