હાલના નાણાંકીય વર્ષમાં બીજા ક્વાર્ટરમાં જનરલ પ્રોવિડેંટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 10 બેઝિસ પોઈન્ટના ઘટાડા પછી હવે ફંડમાં જમા રકમ પર 8 ટકાને બદલે 7.9 ટકા વ્યાજ મળશે. વ્યાજના નવા દર 1 જુલાઈથી લાગુ પડી ચૂક્યા છે. નાણાં મંત્રાલયે ગઈકાલે આની જાહેરાત કરી હતી.
નાણાં મંત્રાલયે જાહેર કરેલા સ્ટેટમેન્ટમાં જણાવાયુ છે, “નાણાં મંત્રાલયે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) પર મળતા વ્યાજમાં 10 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. 1 જુલાઈથી 7.9 ટકા વ્યાજ મળશે.” છેલ્લા ત્રણ મહિનાથી PF પર 8 ટકા વ્યાજ મળી રહ્યું હતું.