જાગૃત નાગરિકે ધ્યાન દોર્યું: ઉચ્ચ કક્ષાએથી પગલા લેવાશે?
જામજોધપુર પીજીવીસીએલ કચેરીમાં કચેરીના સમય દરમિયાન રેઢા રાજ હોય તેમ કર્મચારીઓ સમયસર હાજર રહેતા નથી. કામ માટે ટેબલ પર રહેતા ન હોવાથી અને આંટાફેરા જ કરતા હોવાથી લોકોની રાવ છે. ઉચ્ચકક્ષાએથી યોગ્ય પગલા લઈ પ્રજાના પ્રશ્ર્નોનો નિકાલ આવે તેવી લોકમાંગ ઉઠી છે.
જામજોધપુર પી.જી.વી.સી.એલ. તંત્ર સામાન્ય અરજદારોને ગાંઠતું નથી તેમજ સામાન્ય અરજદારોને કામ હોય તો રાજકારણીના પગ પકડવા પડે છે. સીધા અરજદારોના કામો થતાં જ નથી તેવી છબી પડે છે. સીધા અરજદારોના કામો થતા જ નથી તેવી છબી છે. હાલ ઓફિસમાં કર્મચારી અધિકારીઓ સમયસર આવતા જ નથી. ઓફિસો ખાલીખમ ભાસે છે. ઈસ્ટ વેસ્ટના કર્મચારીઓ શુક્રવારે મીટીંગોમાં હોય છે. તેવા જવાબ મળે છે જ્યારે બાકીનાને લગ્નગાળાનું ગ્રહણ નડતું હોય તેવું લાગે છે.
જાગૃત નાગરિક દ્વારા આ અંગે ખાલીખમ ફોટા સાથે કચેરીને જ લેખીત રજૂઆત કરાઈ છે. જામજોધપુર પી.જી.વી.સી.એલ.માં કચેરીમાં સ્થાનિક પેધી ગયેલા કર્મચારીઓ પોતાની ઓફિસને પેઢી સમજતા હોય જવાબ આપતા નથી અને મોટાભાગના ઓફિસ સમય દરમિયાન તેમના અંગત કામમાં જ પડ્યા રહે છે. કેટલાંક કર્મચારીઓ રજા મુક્યા વગર જ ગુલટી મારતા હોવાનું ચર્ચાય છે. અમુક કર્મચારી આખો દિવસ પોતાના મોબાઈલ તેમજ વોટ્સએપમાં જ અંગત કામોમાં પડ્યા પાથર્યા રહે છે. ઉચ્ચ કક્ષાએથી જાગૃત નાગરિક જ અરજી પરથી કંઈક થાય અને પ્રજાના કામો વેગવંતા બને તેવા પગલા લેવા માંગ ઉઠી છે.