પોલીસની મિલીભગતથી ખૂલ્લેઆમ દેશી દારૂ બનાવી વેચાતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
લોકોએ પોલીસનો ઘેરાવ કર્યો: રેઈડ દરમિયાન દેશી દારૂની કોથળીઓ મળી આવી
સુરેન્દ્રનગર જીલ્લા મા છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થા કથળતી જતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા છેલ્લા એક માસ મા દારૂ જુગાર અને લૂંટ ફાટ ચોરી ના કેસો મા નોધપાત્ર વધારો થયો છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા છેલ્લા કેટલાક સમયથી ખંડણી ખોરો પણ બેફામ બન્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી ના વાગડીયા ગામે દેસી દારુ ના અડ્ડા ઉપર જનતા એ રેઇડ પાડી હતી.ત્યારે પોલીસ ની કામગીરીઓ પર અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી ના વાગડીયા ગામે આજે દેસી દારુ ના અડ્ડા પર જનતા એ રેઇડ પાડી અને દેસી દારુ જપ્ત કરી પોલીસ ને જાણ કરવા મા આવી હતી.ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં દારૂ વેચનાર બુટલેગર ગુમ થઈ ગયો હતો.ત્યારે પોલીસ ની નબળી કામગીરી પર હાલ અનેક સવાલો ઉઠ્યા છે.
મૂળીનાં વગડીયા ગામે દેશીદારૂ વેચાતો હોવાથી સ્થાનિકોમાં બુમરાડો ઉઠી હતી. ત્યારે મંગળવારે ૧૦૦થી વધારે સ્થાનિકલોકો ભેગા મળી દારૂના અડ્ડાપર રેડ કરી હોબાળા મચાવ્યો હતો. આ સમયે પોલીસ દોડી આવીને જનતા સામે બીડી પી રોફ જમાવતા હોવાનો કોઇએ વીડિયો ફરતો કરાયો હતો.
મૂળી સહિત સમગ્ર તાલુકામાં દેશીદારૂ વેચાઇ રહ્યો છે. જેમાં વગડીયા ગામે છેલ્લા ઘણા સમયથી દેશીદારૂનું મોટા પાયે વેચાણ થતુ હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ અંગે સ્થાનિક પોલીસ મથકે રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી ન કરાતી હોવાની માંગ સાથે સ્થાનિકો વિફર્યા હતા. અને દેશીદારૂનું વેચાણ કરતા શખ્સને ત્યાંથી મોટા પ્રમાણમાં દારૂ પકડી જનતા રેડ કરી હતી. પરંતુ સ્થાનિક પોલીસ ઉંઘમાંથી ઉઠી ઘટના સ્થળે પહોંચતા ટોળાએ તેઓનો ઘેરાવ કરીને હૂડીયો બોલાવી ગાળાગાળી સાથે પોલીસ હપ્તા લેતી હોવાનો તેમજ જનતા સામે બીડી પીતા પીતા પોલીસ રોફ જમાવતી હોવાનો વીડિયો સમગ્ર વિસ્તારમાં ફરતો થતા ચકચાર ફેલાઇ હતી. જયારે પોલીસે તૈયાર માલ લઇ ગામનાં જ ગણપતભાઇ સવશીભાઇ કોળી અને ગેલાભાઇ બાદરભાઇ કોળી સામે રેડ કરી મુદામાલ ઝડપ્યો હોવાની ફરિયાદ નોંધી તપાસ આરંભી છે.