૬૭.૫૦ લાખનો મુદામાલ કબજે
ગઈકાલે ડીવાયએસપી વાળદની આગેવાનીમાં એસઓજી, એલસીબી, મુળી, સાયલા, વઢવાણ પોલીસ સાથે ખાણ-ખનીજની ટીમે ખાખરાળા તા.મુળી અને ચોરવીરા તા.સાયલા પાર કાર્બોશેલના ગેરકાયદેસર ખનન પર રેડ પાડી હતી. જેમાં ચોરવિરા ભાગ-૧ થી ૩ ચરખી ૩ લાખની સીઝ કરી સાયલા પોલીસને સોંપેલ. જયારે ખાખરાઠલથી ભાગ-૨માં ૪ ચરખી ૪ લાખની, ૧ લોડર ૮ લાખનું, ૧ ટ્રેકટર કમ્પ્રેસર ૪ લાખનું, ૧ ટ્રેકટર ભોડું ૦.૮૦ લાખ કાર્બોશેલ ૯૭ ટન ૧.૨૬ લાખનો કુલ ૧૮ લાખ તેમજ ભાગ-૩ ૪ બાઈક ૧.૬૦ લાખની, ૬ ચરખી ૬ લાખ, ૧ લોડર ૮ લાખનું, ૬ ટ્રેકટર કમ્પ્રેસર સાથે ૨૪ લાખ, ૩ પોલ ૦.૯૦ લાખના ૨૨૮ ટન કાર્બોશેલ ૩ લાખ, કુલ ૪૬.૫૦ લાખનો મુદામાલ સહિત રૂ.૬૭.૫૦ લાખનો કુલ મુદામાલ ઝડપી લીધો છે.
જાણવા મળતી વિગત મુજબ ઝાલાવાડ પંથકમાં કોલસા ખનીજ સ્વ‚પે મળતો હોવાથી રાજકીય ઓથ હેઠળ અને તંત્રની મીઠી નજર વચ્ચે ખનન પ્રવૃતિ થતી હોવાની બુમરાણો ઉઠી છે. થાનગઢ પંથકમાં ચાલતા કોલસાના કાળા કારોબારમાં અત્યાર સુધીમાં અનેક જીંદગીનો ભોગ લેવાયો છે ત્યારે કોલસીના કાળા કારોબારમાં મોતને ભેટતા મજુરોને તેમના પરીવારજનોને અંતિમ દર્શનનો મોકો મળતો નથી. જો આ બાબતે ઉંડી તપાસ કરવામાં આવે તો અનેક ખનન માફીયાઓના કાળા કરતુતનો ભાંડો ફુટે અને તેનો રેલો રાજકીય ખેલંદાઓના પગ નીચે આવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
સુરેન્દ્રનગર પોલીસે દરોડા દરમ્યાન ચોરવીરા, ખાખરાળાથળમાંથી લોડર, ચરખી, ટ્રેકટર, કમ્પેરેશન સહિતના સાધનો પકડાવવામાં આવ્યા છે. જયારે ૧ હજાર ટન કાર્બોસેલ સહિત રૂ.૬૮.૫૦ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે ડીવાયએસપી એ.બી.વાળંદે જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લાની એસઓજી, એલસીબી, મુળી, સાયલા, વઢવાણ પોલીસ અને ખાણખનીજની ટીમે દરોડા પાડયા છે. જેમાં મુળી તાલુકાના ખાખરાળાથળ, ચોરવીરામાંથી ૧ લોડર, ૧ ટ્રેકટર, ૪ બાઈક, ૧૦ ચરખી અને ખાખરાળાથળ તથા ચોરવીરામાંથી આશરે ૫૦૦ ટન કાર્બોસેલ જથ્થો પણ ઝડપાયો છે.