મહિલા બુટલેગરને ત્યાં દરોડામાં ફોજદારે પાટીદાર યુવાનને ઢીબી નાખતા મામલો બિચકતા જિલ્લા પોલીસ વડાએ ભર્યું પગલુ
મોરબી જિલ્લાના હળવદની ક્રિષ્ના પાર્ક સોસાયટી નજીક જાહેરમાં દેશીદા‚ના વેપલો થતો હોવાની સ્થાનિક પોલીસને કરેલી રજુઆત બાદ પોલીસ સ્ટાફ દ્વારા કોઈ પગલા ન લેવાતા ક્રિષ્ના પાર્ક સોસાયટીના લત્તાવાસીઓ દ્વારા મહિલા બુટલેગરને ત્યાં જનતારેડ દરમિયાન પોલીસ અને સોસાયટીવાસીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં પાટીદાર યુવક ઘવાતા તેને સારવાર અર્થે મોરબી ખસેડાતા જયાં પાટીદારો એકઠા થતા જેનો રોષ જોઈ જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી જઈ તાત્કાલિક અસરથી પી.એસ.આઈ ચાવડાની બદલી કરતો હુકમ કર્યો હતો.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પાછલા ઘણા સમયથી વેપારીઓ તથા ઉધોગપતિઓ અને શહેરના પ્રતિષ્ઠીત આગેવાનો રહે છે ત્યારે આ સોસાયટીના સામે આવેલા એક વિસ્તારમાં મહિલા બુટલેગરનો દેશી દા‚નો અડ્ડો આવેલો છે. જેથી આ અ્ડ્ડામાં આવતા અનેક દા‚ડીયાઓ અપશબ્દો બોલી તોફાન કરી મહિલાઓને પરેશાન કરતા હોવાની ફરિયાદ આ વિસ્તારના લોકોએ હળવદ પોલીસને કરી હતી પરંતુ આ સીલસીલો ચાલુ રહેતા આ સોસાયટી વિસ્તારના લોકો આવી ગયા હતા ત્યારે રવિવારે મોડી સાંજ બાદ પુન: આ પરિસ્થિતિ સર્જાઈ હતી તેથી સોસાયટીના રહીશોએ હળવદ પોલીસ સ્ટેશને ફોન કરતા હળવદ પી.એસ.આઈ એમ.પી.ચાવડા સોસાયટીમાં આવ્યા હતા. ત્યારબાદ સોસાયટીના રહીશો પોલીસ સાથે મહિલા બુટલેગરના ઘેર ગયા જયાં મહિલા સોસાયટી સાથે બુટલેગર મહિલાને બોલાચાલી થતા પી.એસ.આઈ ચાવડાએ આ બાબતે દરમ્યાનગીરી કર્યા બાદ સોસાયટીના પાટીદાર યુવાન દેવેન્દ્રભાઈ પટેલને જાહેરમાં માર મારતા મામલો બિચકયો હતો.
ઘટનાની જાણ વાયુવેગે ફેલાઈ તાલુકાભરના પાટીદારો સોસાયટી ખાતે એકઠા થઈ ગયા હતા અને ભોગ બનનાર પાટીદાર યુવાન દેવેન્દ્રભાઈ પટેલને સારવાર અર્થે મોરબી લઈ જવાયા હતા. બીજી તરફ મામલો તંગ બન્યાની જાણ મોરબી ડીવાયએસપી કે.બી.ઝાલા તથા જીલ્લા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.