અમદાવાદની પોળમાં આટા લેતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું ટ્રેલર ગત સપ્તાહે લોન્ચ યું છે. ટ્રેલરને મળેલા સારા પ્રતિસાદ બાદ હવે આ ફિલ્મનું એક સોન્ગ રંગ દરિયો… રિલીઝ યું છે. આ સોન્ગ ઐશ્ર્વર્યા મજમુદાર અને મેહુલ સુરતીએ ગાયું છે. જ્યારે સોન્ગ ર્પા તારાપરા દ્વારા લખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મૂળ સૌરાષ્ટ્રના રાજકોટ પાસે આવેલા નિકાવાના ર્પા તારાપરાએ આ સોન્ગ લખ્યું છે. આર.જે. પોતાના કરિયરની શ‚આત કરનાર ર્પા તારાપરાએ જણાવ્યું કે હું અગાઉ ગીતો-ગઝલો લખતો પરંતુ ફિલ્મ માટે આ મારો પ્રમ પ્રયાસ છે. આ ફિલ્મમાં મા‚ બીજુ એક સોંગ છે ‘બિટ્ટુ હા બોલ’
રંગ દરિયો સોન્ગની સફર અંગે જણાવતા ર્પા તારાપરાએ કહ્યું કે, અમે જ્યારે ફિલ્મના શુટ માટે દીવ ગયા હતા ત્યારે મારે દરિયે જવું હતું પરંતુ રાત પડી ગઈ હતી એટલે વિજયગીરીએ મને ના પાડી કે રાત્રે દરિયે જવાનું જોખમ ન લેવાય અને બધા સૂઈ ગયા ત્યારબાદ રાત્રે ૩ વાગ્યે હું બારીમાંથી કુદીને દરિયા કિનારે જતો રહ્યો અને દરિયો જોઈને મને આ સોન્ગ લખવાની પ્રેરણા મળી મહત્વનું છે કે, મોન્ટુની બિટ્ટુ ફિલ્મ ૨૩ ઓગષ્ટે રિલિઝ ઈ રહી છે. આ ફિલ્મમાં અમદાવાદની પોળમાં લોકો કેવી રીતે રહે છે અને એક બીજાનું કેવી રીતે ધ્યાન રાખે છે. તેમજ ફ્રેન્ડસની ફ્રેન્ડશીપ વિષેની ખૂબ જ માર્મીક તેમજ રસપ્રદ વાતોને સરળતાી વણી લેવામાં આવી છે.