ઇન્ફેકશનનો ખતરો જણાતા ડોકટર-નર્સના ટેસ્ટ પણ કરાયા: તબિબના પરિવારને કોરોનાના ચેપથી દુર રાખવા આરોગ્ય વિભાગે નિર્ણય લીધો
ગુજરાતમાં કોરોનાના કેસો ધીરે ધીરે વધી રહ્યા છે ગુજરાતીઓ અને આરોગ્ય તંત્ર માટે ચિંતાજનક વાતએ છે કે હવે સ્થાનીક સંક્રમણના કારણે પોઝીટીવ કેસો નોંધાવાનું શરુ થયું છે. રાજયમાં કોરોના કુલ ૭૯ કેસ નોંધાયા છે. જેમાં ર૯ લોકોને સ્થાનીક સંપર્કના કારણે ચેપ લાગ્યો છે. જે આરોગ્ય તંત્ર માટે રે સિગ્નલ બન્યું છે. ગુજરાતના નવ જીલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. જેના પગલે ડોકટર-નર્સ ઘેર જાય તો ઇન્ફેકશનનો ખતરો વધુ જણાતા હવે રેસિડેન્ટ ડોકટરો માટે હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરાઇ છે પેરા મેડીકલ કર્મચારીઓની સંખ્યા મોટી હોવાથી વૈકિલ્પ સુવિધાન ભાગરુપે ભાભા હોટલમાં પણ વ્યવસ્થા ગોઠવાની વિચારણા કરવામાં આવી રહી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં હાલ ત્રણ કોરોના પેશન્ટ દાખલ છે મેડીકલની તમામ બ્રાન્ચના રપ૦ પી.જી. સ્ટુન્ડસ પૈકી કેટલાક રેસિન્ટ ડોકટરોની પણ આવા દર્દીઓની સારવાર માટે મદદ લેવામાં આવી રહી છે કોરોની પેશન્ટની સારવાર કરતા તબીબો ઉપરાંત નર્સ અને અને વોર્ડ બોયને પણ પર્સનલ પ્રોટેકિટવ ઇકિવયેમ્નસ (ગાઉન, હુક, કેપ, ચશ્મા, હેન્ડ ગ્લોઝ, શુઝ) વગેરે પહેરીને દર્દી પાસે જવાનું હોય છે આમ છતાં ડોકટરો નસીંગ સ્ટાફને ચેપ લાગવાથી ભીતી રહે છે.
તાજેતરમાં જ એક ડોકટર અને નર્સનો કોરોના ડિસીઝ ટેસ્ટ કરાવતા બન્નેનો રીપોર્ટ નેગેટીવ આવ્ય હતો.
હાલમાં ૧ર રેસિડેન્ટ ડોકટર માટે નર્સિગ હોસ્ટેલમાં પ્રાથમીક રહેણાંક માટેની વ્યવસ્થા ગોઠવાઇ છે જયારે પેરા મેડીકલ કર્મચારીઓ માટે વૈકલ્પિક સુવિધાના ભાગરુપે હોટલ પણ બુકીંગ કરવામાં આવશે. સીવીલ હોસ્પિટલમાં કોરાના વાયરસના દદી
રઓની સારવાર કરી રહેલા ડોકટર્સ અને પરા મેડીકલ સ્ટાફના પરિવારને ઇન્ફેકશન ન લાગે તે માટે આરોગ્ય વિભાગે વ્યવસ્થા કરી છે હાલ વર્તમાન સ્થિતીમાં મેડીકલ સ્ટાફ ડયુટી પુરી કરીને ઘરે જાય તે જોખમી સાબીત થઇ શકે છે હાલ સીવીલ હોસ્પિટલમાં ૩પ જેટલા તબીબો અને નસિંગ મળી રપ૦ જેટલો સ્ટાફ રોકાય છે જે તમામની જમવાની વ્યવસ્થા નસિંગ હોમમાં ઉભી કરાશે જયારે ર૪ ખાનગી હોસ્પિટલની આઇસોલેશન વોર્ડના ૧૦૦ એમ.ડી. ડોકટરો માટે પણ વ્યવસ્થા માટે વિચારણા ચાલી રહી છે.