આજના મોંઘવારીના સમયમાં પોતાના બાળકના સારા ઉછેર માટે માતા-પિતા બંનેને કમાવું પડતું હોય છે. તેથી માતા-પિતા બાળકની સાર-સંભાળ માટે કેરટેકર એટલે કે આયાને રાખતા હોય છે. તેઓ પોતાના બાળકની સંપૂર્ણ જવાબદારી આયાને સોંપતા હોય છે પરંતુ અમદાવાદમાં એક એવો આયાએ જ દીકરીને વહેંચી નાખવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને તમે પણ ચોંકી જશો.

આ ઘટના અમદાવાદનાં ચાંદખેડાના વિસ્તારની છે. જેમાં એક વર્કિંગ કપલ હતા આ વર્કિંગ કપલ આઇટી (IT) પ્રોફેશનમાં જોબ કરતાં હતા.આ દંપતીને 11 મહિનાની દીકરી હતી તેમણે પોતાની દીકરીને ખૂબ જ લાડથી ઉછેરવી હતી પરંતુ નોકરીના લીધે બાળકી પર ધ્યાન આપી શકતા નહોતા તેથી તેમણે દીકરીને સાચવવા એક આયાની શોધખોળ શરૂ કરી. પરંતુ તેમને કોઈ ઓળખીતી આયાની જગ્યાએ ઓનલાઈન આયાની શોઘ કરી હતી અને તેને કામે રાખી હતી.

ઓનલાઈન સર્ચ કરી હાયર કરેલી આયાનું નામ બિંદુ હતું. તેણે દંપતીએ મહિનાના 18000 રૂપિયા આપી તેને દીકરીને સાચવવાની જવાબદારી સોંપી હતી. બંને નોકરીએ જતા રહેતા હતા. આયા બિંદુને દંપતી ખૂબ પ્રેમથી રાખતા હતા કારણ કે 11 મહિનાની દીકરીને તે સારી રીતે સાચવતી હતી. પરંતુ બિંદુએ દંપતી સાથે જ દગો કર્યો.

તે નાટક કરી દંપતીને ભોળવી રહી હતી. બિંદુનો પ્લાન 11 મહિનાની દીકરીને વેચી નાખવાનો હતો. તેને બાળકીના ફોટા પાડી, મહારાષ્ટ્રમાં એક દલાલને મોકલ્યા હતા. હવે બસ પ્લાનને આખરી મુકામ સુધી લઈ જવાની રાહ હતી. દીકરીના ફોટો હ્યુમન ટ્રાફિકિંગ નામની ગેંગને મળી ગયા હતા અને બસ એક ફોનના લીધે આયાનો ભાંડો ફૂટ્યો.

પશ્ચિમ બંગાળ પોલીસના ફોનથી આયાની પોલ ઉઘડી

ઓફિસમાં કામ કરતા પિતાનાને પશ્ચિમ બંગાળ પોલીસનો એક ફોન આવ્યો અને તે ફોનમાં કહયું કે દેશમાં બાળકોની તસ્કરી કરતી ગેંગ પાસે મારી દીકરીના ફોટો છે.પોલીસનો ફોન આવતાની સાથે જ પિતાને આયાનું બધુ જ કારસ્તાન સમજાઈ ગયું અને તેણે તાત્કાલિક ઘરે ફોન કરી દીકરીની જાણકારી પ્રાપ્ત કરી કે તે સહિસલામત છે કે નહીં. દીકરી આયા પાસે રમતી હતી. તે તાત્કાલિક ઘરે જવા નીકળી ગયો. દીકરીને હાથમા લઈ આયાને પ્રશ્ન કરવા લાગ્યો.

‘દીકરીનાં ફોટો દલાલોને કેમ મોકલ્યા’

તાત્કાલિક ઘરે પહોંચેલા પિતાએ આયા બિંદુને અનેક સવાલો કર્યા, મહારાષ્ટ્રના હ્યુમન ટ્રાફિકિંગ કરતી ગેંગના માણસોને દીકરીના ફોટો કેમ મોકલ્યા? આ વાત સાંભળતા જ બિંદુ ગભરાઈ ગઈ અને ત્યાંથી ભગવાનો પ્રયત્ન કર્યો. દીકરી દલાલોના હાથે ચડતાં પહેલાં બચી ગઈ હતી. દંપતીએ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હાલમાં ચાંદખેડા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધીને હ્યુમન ટ્રાફિકિંગના મૂળ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.