વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના રાજકારણમાં આગામી સમય રાષ્ટ્રીય મંચ પર પ્રાદેશિક પક્ષોની મોટી અસર ઉભી કરશે. રાષ્ટ્રીય પક્ષોના પ્રભાવથી ડાબેરીઓ અત્યારે અસ્તિત્વનો જંગ લડી રહ્યાં છે. આગામી દિવસોમાં લાલ વાવટા સંકેલાઈ જાય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. બંગાળ, આસામ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓના આગામી તબક્કાનો રાષ્ટ્રીય રાજકારણ પર ખુબજ અસર પડશે. તામિલનાડુમાં બે દ્રવિડ પક્ષો વચ્ચે થનારા ચૂંટણી જંગ ખુબજ મહત્વ ધરાવે છે.
બંગાળમાં વામપંથીઓ ચૂંટણી પહેલા જ હાંસીયામાં ધકેલાઈ ગયા છે. તૃણમુલ કોંગ્રેસ ટીએમસીને હટાવવા માટે વામપંથીઓને હાંસીયામાં જવું જ પડશે. બંગાળ, આસામ અને કેરળના વિધાનસભાના ચૂંટણી જંગ રાષ્ટ્રીયસ્તરે મોટો પ્રભાવ પાડશે. બે દ્રવિડ પાર્ટીઓ વચ્ચે થનારી ચૂંટણીઓનું પરિણામ તામિલનાડુની રાજકારણની દિશા અને દશા બદલી નાખશે. કેરળમાં ભાજપ માટે આશાની કિરણ જાગી છે. ડાબેરીઓ અને કોંગ્રેસનો રકાશ ભાજપ માટે વકરો એટલો નફો જેવું વાતાવરણ ઉભુ કર્યું છે.
પ્લાસીના યુદ્ધનું પુનરાવર્તન ?
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્લાસીનું યુદ્ધ ઈતિહાસ બદલનારૂ બન્યું છે. તેવી જ રીતે આસામમાં કોંગ્રેસ અને ભાજપના રાજકારણમાં ઉત્તર-પૂર્વમાં કોંગ્રેસ ભાજપ સામે સંઘર્ષમય પરિસ્થિતિમાં છે અને મુસ્લિમ પક્ષોનો ટેકો લીધો છે. બંગાળ પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. જો ભાજપ ટીએમસી અને સ્થાનિક પરિબળોને ટેકલ કરવામાં સફળ થશે તો મમતા બેનર્જી માટે મુશ્કેલ દિવસો દૂર નથી. ૨૦૨૧ના ચૂંટણી જંગમાં બંગાળમાં ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધનું પુનરાવર્તન થાય તેવું દેખાઈ રહ્યું છે. મમતા દીદી માટે માહિલા જ મુશ્કેલીઓ સર્જે તેવું દેખાઈ રહ્યું છે. પ્લાસીના જંગમાં નવાબ સીરાઝુદુલ્લા અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કલાઈવ વચ્ચે થયેલા યુદ્ધમાં કલાઈવ પાસે સૈન્ય ઓછુ હતું પરંતુ નવાબના મિરઝાફર જેવા ગદ્દારોએ નવાબને હરાવ્યા. અત્યારે મમતા બેનર્જીના વફાદારો ભાજપની છાવણીમાં જવા માટે તૈયાર છે ત્યારે દીદીને પ્લાસીના યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમ છે.
અત્યારે બંગાળમાં પ્લાસીના યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં લાલ વાવટો સંકેલાઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
પોંડિચેરીમાં કોંગ્રેસની સરકાર તૂટતા જ કેન્દ્રે કિરણ બેદીને છૂટા કર્યા…
સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતું નથી. પોંડિચેરીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નિમાયેલા કિરણ બેદીને હવે સરકાર તૂટતા જ લેફટનન ગવર્નર બદેથી દૂર કરવામાં આવ્યા છે. કોંગ્રેસની સરકારે એક મતે બહુમતી ગુમાવી છે ત્યારે કેન્દ્ર સરકારે લેફટનન ગવર્નર કિરણ બેદીને દૂર કરવાનો નિર્ણય લીધો છે. વિધાનસભાની ચૂંટણીઓ કેન્દ્ર શાસીત પ્રદેશમાં આ મહિને એપ્રીલ અને મે મહિનામાં યોજાવાની છે ત્યારે તેલંગાણા રાજ્યપાલ, તમિલ ઈસાઈ, સુંદર રાજનને પોંડિચેરીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કિરણ બેદીને છુટા કરવાનો નિર્ણય અંતે લેવાયો છે. તેમને મુખ્યમંત્રી વિ.નારાયણ વચ્ચે લાંબા સમયથી અનબન હતી. રાષ્ટ્રપતિએ કિરણ બેદીને પોતાનો ચાર્જ સોંપી દેવા જણાવાયું છે. નારાયણ સ્વામી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા બાદ કિરણ બેદીને હટાવવાનો નિર્ણય લેવાયો હતો.