• ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવી કાર્યવાહી
  • ગલુદણ ખાતે રેડ કરી શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કરાયો
  • 5 લાખ 26 હજાર તો મુદ્દા માલ જપ્ત કરાયો

Gandhinagar :  દહેગામમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રેડ પાડવામાં આવી હતી. તેમજ  ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ગલુદણ ખાતે રેડ દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. તેમ મળતી માહિતી મુજબ અહીંથી અંદાજીત 822 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ દરમિયાન નોંધનીય છે કે બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગરની ટીમ દ્વારા પેઢી ખાતે રેડ પાડવામાં આવી હતી.

ઘીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

આ દરમિયાન નોંધનીય છે કે, બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગરની ટીમ દ્વારા પેઢી ખાતે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ તપાસ દરમિયાન પેઢીમાં અનુક્રમે રૂપિયા 02,39,360, રૂપિયા 01,41,120, રૂપિયા 01,45,600 એમ કુલ મળીને રૂપિયા 05,26,080/- ની કિંમતનો ક્રમશઃ આશરે 374 કિગ્રા, 224 કિગ્રા, 224 કિલો ગ્રામ મળીને કુલ 822 કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

05,26,080/- ની કિંમતનું આશરે શંકાસ્પદ જપ્ત કરાયું

ગાંધીનગરના ગલુદણ ખાતે મે. કુલદેવી માર્કેટીંગ કંપની, મે. નિયાંશ ફુડ & ડેરી પ્રોડક્ટસ અને મે. અંજની માર્કેટીંગ નામની પેઢીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો. તેમજ પેઢીના માલિક અનુક્રમે શંકર ધૂખાજી માળી, દર્શન અગ્રવાલ અને જીમીશ ઠક્કરની હાજરીમાં પૃથ્થ્કરણ માટે ઘી લૂઝના ત્રણે પેઢીમાંથી જુદા જુદા 03 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો પેઢીમાં અનુક્રમે રૂપિયા 02,39,360, રૂપિયા 01,41,120, રૂપિયા 01,45,600 એમ કુલ મળીને રૂપિયા 05,26,080/- ની કિંમતનો આશરે 374 કિગ્રા, 224 કિગ્રા, 224 કિલો ગ્રામ મળીને કુલ 822 કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.