- ગુજરાત રાજ્યના પોલીસવડાના આદેશથી જિલ્લામાં નાઈટ કોમ્બિંગ હાથ ધરાયું
- જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું
- PGVCLની ટીમને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણો કાપવામાં આવ્યા
- એ ડિવિઝન વિસ્તારોમાં બુટલેગરો સહિતના રહેણાંક મકાનોમાં તપાસ હાથ ધરાઈ
રાજ્યના પોલીસ વડાની સૂચનાથી 100 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર આરોપીઓ સામે કાર્યવાહી કરવા દરેક જિલ્લાના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ શહેરી વિસ્તાર જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા રાત્રિના ફૂટ પેટ્રોલિંગ સાથે કાર્યવાહી કરાઈ હતી. બે દિવસમાં 50થી વધુ હથિયાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા તેમજ આવારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત PGVCLની ટીમને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણો કાપવામાં આવ્યા અને PGVCL દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તેમજ એ ડિવિઝન વિસ્તારોમાં બુટલેગરો સહિતના રહેણાંક મકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરના 2 દિવસમાં 50થી વધુ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ધાંગધ્રા તેમજ સાયલાના સુદામડા ગામમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર રહેણાંક પર કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પોલીસ વિભાગે PGVCLની ટીમને સાથે રાખીને અસામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ જોડાણો પણ કાપવામાં આવ્યા છે. તેમજ PGVCL દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. એ ડિવિઝન વિસ્તારોમાં બુટલેગરો સહિતના રહેણાંક મકાનોમાં પણ તપાસ હાથ ધરી છે. શહેરના ટાંકી ચોક, જવાહર ચોક પોપટપરા, પતરાવાળી ચોક, ટીબી હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.
શરીર સંબંધિત ગુનાઓ, હથિયાર, પેરોલ જંપ સહિતના આરોપીઓ સામે નાઈટ કોમ્બિંગ દરમિયાન સર્ચ ઓપરેશન કરીને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. હજુ પણ આગામી દિવસોમાં પણ કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. અસામાજિક તત્વો તેમજ બુટલેગરોના મિલકતસંબંધી અને બેન્ક એકાઉન્ટ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવશે.
અહેવાલ: ઘનશ્યામ ભટ્ટી