થોરાળાની કરોડોની જમીન બોગસ દસ્તાવેજના આધારે કૌભાંડ આચર્યાની ત્યકતાની જેઠ સામે રાવ
માધાપરમાં માલીકીની અને યુ.એલ.સી.ની જગ્યામાં દુકાનો અને વંડા બનાવી પચાવી પાડનાર શખ્સ સકંજામાં
રાજકોટ જીલ્લા કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગ કમીટીની મળેલી બેઠકમાં શહેરનાં બે ભૂમાફીયા સામે નવા લેન્ડીંગ ગ્રેબીંગ હેઠળ અલગ અલગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાય છે.
જેમાં થોરાળા સર્વે નંબરની કરોડોની જમીન પચાવી પાડયાની પરિણીતાએ જેઠ સામે આજી ડેમ પોલીસમાં અને માધાપર ગામની બિનખેતી પ્લોટ અને યુ.એલ.સી. ની જમીન પર દુકાન ખડકી અને વંડા બનાવી ગેરકાયદે કબ્જો જમાવનાર ભરવાડ શખ્સ સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના એસ્ટ્રોન રેલવે ટ્રેકની સામે ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા સ્વીટીબેન વિમલેશભાઇ કામલીયા નામની પરિણીતાની વડીલો પાર્જિત સંયુકતી માલીકીની થોરાળા સર્વે નં. 115 પૈકી ર ની બે એકટ અને 28 ગુંઠા જમીન જેઠ શૈલેષ વજેસંગ કામલીયા નામના શખ્સે ભાઇ અને બહેનનો હકક, હિસ્સો ડુબાડી અલગ અલગ શખ્સોને અન્ય વારસદારની જાણ બહાર વેંચાણ કરી દીધાની કલેકટર કચેરીમાં નવા લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ અરજી આપી હતી.
જે અરજી અન્વયે કલેકટર કચેરી દ્વારા ખરાય કરવામાં આવી હતી બાદ તાજેતરમાં કલેકટર અરૂણ મહેશ બાબુના અઘ્યક્ષ સ્થાને મળેલી બેઠક ગુનો નોંધવા આપેલી સુચનાને પગલે આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે સ્વીટીબેનની ફરીયાદ પરથી જેના જેઠ શૈલેષ વજેસંગભાઇ કામલીયા સામે નવા લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ ફરીયાદ નોંધવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસ માંડા ડુંગર ગોળાઇ પાસે થોરાળા સર્વે નંબરની જમીન ફરીયાદી સ્વીટીબેનના પતિની સંયુકત માલીકીની જમીન હોય તેમજ સ્વીટીબેનના પતિ વિમલેશભાઇ ત્રણ ભાઇ હોય જેમાં એક ભાઇ કેનેડા હોય તેમજ સ્વીટીબનના પતિ વિમલેશભાઇનું અવસાન થયું હોય અને શૈલેષ વજેસંગભાઇ કામલીયાએ બન્ને ભાઇ અને બહેનોનો હકક ડુબાવી અને તેમની જાણ બહાર અલગ અલગ વ્યકિતઓને બોગસ દસ્તાવેજને આધાર વેંચાણ કરી કરોડો રૂપિયાની ઠગાઇ કરી કૌભાંડ આચાર્યની ફરીયાદીમાં જણાવ્યું છે.
પોલીસ ત્યકતાની ફરીયાદ પરથી જેઠ સામે ગુનો નોંધી વધુ તપાસ એ.સી.પી. તપાસ ચલાવી રહ્યાં છે.માધાપર ગામના સર્વે નં. 35/3 અન. 36/1 ની બિનખેતી પ્લોટ 19 ની 433.96 ચો.મી. જમીન ભાગીદારમાં હતી જેમાંથી 169 ચો.મી. જમીન યુ.એલ.સી.માં ફાજલમાં માધાપર ગામના સંજય જીવણ ગમાટા નામના શખ્સે દબાણ કરી દુકાન બનાવી અને વંડો બનાવ્યાની ગાંધીનગર ખાતે રહેતા હરેશભાઇ મુળુભા રાઠોડ નામના 60 વર્ષીય નિવૃત કર્મચારીનો જીલ્લા કલેકટરને અરજી કરી હતી.
કલેકટર કચેરી દ્વારા જે અરજી અન્વયે તપાસની તપાસ કરાવી હતી. બાદ ગત સમ્રાટ ખાતે લેન્ડ ગ્રેબીંગ કમીટીની મળેલી બેઠકમાં ગુનો બનતો હોવાની કલેકટર કચેરી દ્વારા મંજુરીની મહોાર મારતા આવતા ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે ગાંધીનગર સ્થિત હરેશભાઇ રાઠોડની ફરીયાદ પરથી માધાપર ગામના સંજય જીવણ ગમાટા સામે નવા સુધારેલી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સંજય ગમારેએ સરકારી જમીનમાં દુકાનો અને હરેશભાઇની માલીકીની જમીનમાં વંડો વાળો ગેરકાયદે કબ્જો કરી કૌભાંડ આચર્યાનું ખુલ્યુ તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.