સંસ્થા દ્વારા ડેન્ટલ કિલનીક, ફિઝીયોથેરાપી સેન્ટર, જેનેરીક ફાર્મસી,પેથોલોજી લેબોરેટરી જેવી આરોગ્યની નવી સેવાઓ શરૂ કરાશે
કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબીનેટ મંત્રી સાંસદ, ધારાસભ્યો, મેયર સહિત મહાનુભાવો રહેશે ઉપસ્થિત
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રાજકોટ જીલ્લા શાખાને વર્ષ 2001થી દેશના રાષ્ટ્રપતિ તથા રાજયપાલના હસ્તે અનેક સેવાકીય એવોર્ડ અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રાજકોટ જીલ્લા શાખા અને ગુજરાત રાજય શાખા – અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવેલ છે . આ કાર્યક્રમમાં પુર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, કેબીનેટ મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો , મેયર સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે . આ કાર્યક્રમમાં ડેન્ટલ કલીનિક, ફિઝીયોથેરાપી સેન્ટર, જેનેરીક ફાર્મસી , પેથોલોજી લેબોરેટરી જેવી આરોગ્ય ને લગતી નવી સેવાઓ શરૂ કરવાનું આયોજન છે. પોતાની માનવતાવાદી પવૃત્તિઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા એટલે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને તેની એક શાખા રાજકોટ શહેરમાં છે.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રાજકોટ જીલ્લા શાખા અને ગુજરાત રાજય શાખા – અમદાવાદના સંયુકત ઉપક્રમે માનવતા એ જ અમારો ધર્મ એ સિધ્ધાંત સાથે આરોગ્ય સેવાયજ્ઞની શરૂઆત થવા જઈ રહી છે . તારીખ: 08 04 / 2023 – શનિવાર ના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ , રૈયા રોડ , રાજકોટ ખાતે સાંજે: 04:30 વાગ્યા થી આયોજન કરવામાં આવ્યુ છે . આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજયના આરોગ્ય મંત્રી અને રેડક્રોસ ગુજરાત રાજ્ય શાખાના ઉપપ્રમુખ ઋષીકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.
આ વિશે વધુ માહિતી આપવા માટે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં સભાને સંબોધન કરતાં રેડ ક્રોસ સંસ્થા રાજકોટ ના ચેરમેન ડો . દિપક એમ . નારોલા અને વાઈસ ચેરમેન ડો . એ . આર . ભપલે જણાવ્યુ કે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી , પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને સામાજીક ન્યાય અને મહિલા બાળવિકાસ ખાતાના મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ અતિથી વિશેષ પદે સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા રાજય સભાના રામભાઈ મોકરીયા , ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા , ધારાસભ્ય જયેશભાઈ રાદડીઆ , ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ , ધારાસભ્ય ડો . દર્શિતાબેન શાહ , મેયર ડો . પ્રદીપભાઈ ડવ , તથા જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર અને માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે .
આ કાર્યક્રમમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી , ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે . તેમણે કહેલ કે ‘ ‘ રેડ ક્રોસ આપના દ્વારે ’ કાર્યક્રમમાં રેડ ક્રોસ ની સ્થાપના , સિધ્ધાંતો , ઈતિહાસ , સિધ્ધીઓ અને સાંપ્રત સમયની ભૂમિકાની ઝાંખી દર્શાવાશે . સાથે સાથે કેટલાંક ભાવી પ્રકલ્પોનું લોકાર્પણ થશે , જેમાં એમ્બ્યુલન્સ , ડેન્ટલ કલીનિક , ફિઝીયોથેરાપી સેન્ટર , જેનેરીક ફાર્મસી , પેથોલોજી લેબોરેટરીનો સમાવેશ થાય છે.ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ખૂબજ જૂની સંસ્થા છે.અમારી સંસ્થાના ગુજરાતના ચેરમેન અન્ય પટેલ દ્વારા વધુમાં વધુને આરોગ્યની સેવાઓ પ્રાપ્ત થાય તે માટે નિર્ધાર કરાયો છે.
ગુજરાતના 33 જિલ્લામાં વિવિધ આરોગ્ય સેવાઓ અપાશે અજય પટેલે દરેક બ્રાંચનું ડોનેશન આપવાનો નિર્ધાર કરેલ છે દરેક જિલ્લામાં રેડક્રોર્ષ સોસાયટીની એક બ્લડ બેંક કાર્યરત છે. રેડકોર્ષ સોસાયટી દ્વારા મેડીકલ કેમ્પ, મેડીકલ સર્વીસીસ પૂરી પાડવામાં આવે છે.ગયા વર્ષે ગુજરાતની પહેલી સ્કીન બેંક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શરૂ કરાઈ હતી. અત્યાર સુધીમાં સ્કીન માટે 18 ડોનરો મળેલ છે.તેમાંથી 35 લોકોી જીંદગી મચાવી છે. હજુ પણ લોકોમાં સ્કીન ડોનેશન પ્રત્યે જાગૃતતા લાવવાની અત્યંત જરૂરી છે. હવે લોકોમાં બ્લડ ડોનેશન, ચક્ષુદાન અંગે જાગૃતતા આવી છે. પરંતુ સ્કીન ડોનેશન પ્રત્યે જાગૃતતા લાવવાની જરૂરીયાત છે. અમારા તરફથી આરોગ્ય પ્રત્યે વધુમાં વધુ જાગૃતતા આવે તે માટેના પૂરતા પ્રયાસો કરાઈ છે.તેમણે વધુમાં જણાવ્યું કે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, રાજકોટ જિલ્લા શાખા દ્વારા અનેકવિધ આરોગ્યને લગતી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામા આવે છે.
જેમાં ખાસ કરીને બ્લડ સેન્ટર, ગુજરાત રાજયની સર્વ પ્રથમ સ્કિન બેંક, પરિવાર કલ્યાણ કેન્દ્રો, રસીકરણ કેન્દ્રો, આફત રાહત પ્રવૃત્તિઓ રાહત દરે એમ્બ્યુલન્સ સેવા, કોવિડ ટેસ્ટ અને રસીકરણ, જૂનીયર, યુથ રેડક્રોસ, પ્રાથમિક સારવાર ના તાલીમ વર્ગો, હોમ કેર આસિસ્ટન્ટ કોર્ષ, હેમ રેડીયો, સ્ટેશન વગેરે ચાલે છે. રાજકોટ જિલ્લામાં રેડક્રોસની જસદણ તથા ધોરાજીમાં તાલુકાશાખા છે.થેલેસેમીયા પ્રિવેન્શન ’ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓના થેલેસેમીયા ટેસ્ટ નિયમીત રીતે કરવામાં આવે છે . રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત તમામ શહેરી આરોગ્ય કેન્દ્રોમાં સગર્ભા બહેનોના થેલેસેમીયા ટેસ્ટ નિ:શુલ્ક કરવામાં આવે છે અને એ મુજબ સગર્ભા માતાઓને જરૂરી સલાહ સુચનો આપવામાં આવે છે.
થેલેસેમીયા ગ્રસ્ત 75 જેટલાં બાળકોને રેડ ક્રોસ બ્લડ સેન્ટરમાં નોંધાયેલ છે આ તમામ બાળકોને વિના મુલ્યે રકત વર્ષોથી પુરૂં પાડવામાં આવે છે . કોરોના કાળમાં પણ રેડ ક્રોસ બ્લડ સેન્ટર માં રજીસ્ટર્ડ થયેલ થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને રકત મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી . લોક ડાઉનના સમય માં પણ બાળકોને પુરતાં પ્રમાણમાં રકત મળી 2હે તે માટે આયોજન ક2વામાં આવેલ હતું. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રાષ્ટ્રીય વડા મથકના પ્રમુખ તરીકે મહામહિમ રાષ્ટ્રપતિ, ઉપપ્રમુખ તરીકે કેબીનેટ આરોગ્ય મંત્રી, તથા રાજય શાખાના પ્રમુખ તરીકે રાજયપાલ , ઉપપ્રમુખ તરીકે રાજ્ય ના આરોગ્ય મંત્રી, તથા જીલ્લા શાખા ના પ્રમુખ તરીકે કલેકટર બિરાજે અને રાજકોટ શાખાના ચેરમેન તરીકે ડો . દિપક એમ . નારોલા, વાઈસ ચેરમેન તરીકે ડો.એ . આર . ભપલ ખજાનચી તરીકે રાજેશ કે. તારપરા , અને રેડ ક્રોસ બ્લડ સેન્ટરના ફાઉન્ડર પ્રેસીડેન્ટ તરીકે નરેશભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો સેવા આપે છે .