- બનાવટી ડિગ્રીના આધારે ચાલતા દવાખાનાઓ પર રેડ
- ભેસ્તાન વિસ્તારમાંથી એક બોગસ તબીબીની ધરપકડ
- કુલ રૂપિયા 71,326 ની મત્તાનો મુદ્દામાલ કબ્જે
સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસની ટીમને અલગ અલગ વિસ્તારમાં ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રીના આધારે ચાલતા ક્લીનીક અને દવાખાનાઓ પર રેડ પાડવામાં આવી હતી. ત્યારે પોલીસને મળતી બાતમીના આધારે જય અંબેનગર તથા જમનાનગરમાં ડિગ્રી વગરના ડોકટર બની ક્લીનીક ચલાવતા ઇસમોને શોધી કાઢી સુચના આપવામાં આવી હતી. આ દરમિયાન ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ હાથ ધરતા ભેસ્તાન વિસ્તારમાંથી એક બોગસ તબીબીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ક્લિનિકમાંથી અલગ-અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ અને મોબાઇલ મળી કુલ રૂપિયા 71326 ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, અધિક પોલીસ કમિશ્નર સેકટર-2, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-6 તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી “આઇ” ડીવિઝન સુરત શહેર નાઓએ વિસ્તારમાાં કોઇપણ જાતના ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રી આધારે ક્લીનીક/ દવાખાનાઓ ખોલી લોકોના જીંદગી સાથે ચેડા કરતા નકલી ડોકટરોને શોધી કાઢી ક્લીનીકો/દવાખાનાઓ ઉપર રેઇડ કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસાર પોલીસ ઇન્સસ્પેક્ટર કે.પી.ગામેતી સા. નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેકટર એસ.જી. ચૌહાણ નાઓને તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને બાતમી હકીકત મળેલ કે જયઅંમ્બેનગર તથા જમનાનગર માં ડિગ્રી વગરના ડોકટર બની ક્લીનીક ચલાવતા ઇસમોને શોધી કાઢી સુચના આપવામાં આવેલ હતી.
જે સુચના આધારે પો.ઇન્સ. સાહેબે દરેક જગ્યાએ ડમી પેશન્ટો મોકલી ખાત્રી તપાસ કરાવતા હકીકત સત્ય જણાયેલ જેથી આ સ્થળોએ રેઇડ કરવા માટે પોલીસ સબ ઇન્સસ્પેકટર એસ.જી.ચૌહાણ નાઓની આગેવાની હેઠળ પોલીસ માણસો તથા પંચો તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પાંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખી ટીમના માણસો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાાં ચેકીંગ હાથ ધરતા ભેસ્તાન વિસ્તારમાંથી જ તબીબોને ચેક કરતા તેમાથી એક બોગસ તબીબી દ્વારા ક્લીનીકો ખોલી આવી પ્રવૃતી કરવામાં આવી રહેલ હોય બોગસ તબીબો ને શોધી તથા તેઓની ક્લીનીક માાંથી અલગ-અલગ પ્રકારની દવાઓ, ઇન્સજેક્શન, સિરપ મોબાઇલ નંગ-01 મળી કુલ્લે રૂ. 71,326 /- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય