રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન શહેરના સેક્ધડ 150 ફૂટ રીંગ રોડ પર રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટ અને કુવાડવા રોડ પર આર.આર.ફૂડ પોઇન્ટમાંથી 21 કિલો જેટલો અખાદ્ય ખોરાક પકડાયો હતો. જેનો નાશ કરી બંનેને હાઇજેનીંક ક્ધડીશન અને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.
મિક્સ દૂધ, ચાઇનીઝ ભેળ અને મન્ચુરીયન ફ્રાઇડના નમૂના લેતી ફૂડ શાખા
શહેરના 150 સેક્ધડ રીંગ રોડ પર પંચેશ્ર્વર પાર્ક-8માં નંદનવન રેસ્ટોરન્ટની બાજુમાં આવેલા રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવતા સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરેલી ખાદ્ય સામગ્રી પૈકી એક્સપાયરી ડેઇટ વિતી ગયેલું 6 કિલો વાસી ચીઝ અને વાસી અખાદ્ય 8 કિલો મન્ચુરીયનનો જથ્થો મળી આવ્યો હતો.
જેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે કુવાડવા રોડ પર ડી-માર્ટની બાજુમાં આવેલા આર.આર.ફૂડ પોઇન્ટમાં તપાસ કરતા વાસી અને અખાદ્ય 7 કિલો મન્ચુરીયનનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રજાપતિ સોસાયટી રોડ પર શિવધામ કોર્નરમાં રિલાયન્સ કોલ્ડ્રિંક્સને પણ નોટિસ આપવામાં આવી હતી. રેલનગર વિસ્તારમાં ખાણીપીણીની 22 દુકાનોમાં ચેકીંગ કરાયું હતું.
15 સ્થળે ખાદ્ય સામગ્રીના નમૂનાનું સ્થળ પર ચેકીંગ કરાયું હતું અને 10 વેપારીઓને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત પુષ્કરધામ રોડ પર શ્રી ખોડિયાર ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, રામેશ્ર્વર ચોકમાં રામેશ્ર્વર ડેરીમાંથી મિક્સ લૂઝ દુધ, કુવાડવા રોડ આર.આર.ફૂડ પોઇન્ટમાંથી લૂઝ ચાઇનીઝ ભેળ અને પંચેશ્ર્વર પાર્કમાં રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટમાંથી મન્ચુરીયન ફ્રાઇડનો નમૂનો લેવામાં આવ્યો હતો.