- જલારામ ચીકી-રામનાથ ટ્રેડર્સને યુઝ બાય ડેટ સહિતની વિગતો છાપવા નોટીસ: 21 ધંધાર્થીઓની ચકાસણી, 18ને લાયસન્સ બાબતે સુચના
ફૂડ વિભાગ દ્વારા “રેડ એપલ ગાર્ડન રેસ્ટોરેન્ટ”, પંચેશ્વર પાર્ક-8, નવો 150 રિંગ રોડ-2, નંદનવન રેસ્ટો. ની બાજુમાં, રાજકોટ મુકામેથી વિવેકભાઈ હિતેશભાઇ સવજાણી પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “મંચુરિયન ફાઇડ (પ્રિપેર્ડ- લુઝ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સીન્થેટિક ફૂડ કલર સનસેટ યેલો ઋઈઋ તેમજ ઙઘગઈઊઅઞ 4છ ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જલારામ ચીકી -રામનાથ ટ્રેડર્સ, કુવાડવા રોડ, રાજકોટની તપાસ કરતાં ખાદ્યચીજોના પેકિંગ પર ઋજજઅ એક્ટ -2006 મુજબનું લેબલિંગ, મેન્યૂફેક્ચરિંગ ડેટ, યુઝ બાય ડેટ તથા એકયાપરી ડેટની વિગત દર્શાવવા તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના મોરબી રોડ હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 18 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 10 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના મોરબી રોડ હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ (01)તિરુપતિ મદ્રાસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)રાજસ્થાન ભેળ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)અન્નપૂર્ણા પટેલ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)જય અંબે પૂરી શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)મહાકાળી પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ભોલેનાથ પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ભગીરથ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ભગવતી ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ચામુંડા સ્ટીમ ઢોકળા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)કુળદેવી ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)બોમ્બે વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)દિલખુશ પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)ખોડિયાર ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)અભી ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)નૂર એગ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)મોમાઈ ફરસાણ-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)લકી ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (18)મહાદેવ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (19)બજરંગ સમોસા ચિપ્સ (20)ગણેશ ચાઇનીઝ પંજાબી (21)જય અંબે ઘૂઘરા ની ચકાસણી કરવામાં આવેલ હતી.