હેલ્થ ન્યૂઝ
એલોવેરા એક એવો છોડ છે જેમાં એટલા બધા ગુણ હોય છે કે તે સ્વાસ્થ્ય અને ત્વચાને અનેક પ્રકારના ફાયદા કરે છે. ગ્રીન એલોવેરા વિશે આપણે બધા જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે લાલ એલોવેરા પણ હોય છે. તેના પાંદડા લાલ રંગના હોય છે, જો કે તે આફ્રિકામાં જોવા મળે છે, પરંતુ તે ભારતના ગરમ અને સૂકા પ્રદેશોમાં પણ ઉગાડવામાં આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન બી12 અને ફોલિક એસિડ જેવા એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે.
સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક?
ડાયાબિટીસ કંટ્રોલ કરવા લાલ એલોવેરાનું જ્યુસ પીવાથી શુગરમાં સુધારો થાય છે, તેમાં ઈમોડિન હોય છે, જે ગ્લુકોઝ ઘટાડવામાં મદદ કરે છે. તેની સાથે તે ઇન્સ્યુલિન પણ વધારે છે, આ માટે એલોવેરાના પાનનો રસ બનાવીને તેનું સેવન કરવું જોઈએ . બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં તે ઉપયોગી બને છે . તે હૃદય રોગના જોખમને પણ ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે લાલ કુંવારપાઠામાં એવા પોષક તત્વો હોય છે, જેના કારણે તે વૃદ્ધત્વ અટકાવે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. તે ખીલ દૂર કરવામાં મદદરૂપ છે, તેના ઉપયોગથી ડેન્ડ્રફ પણ દૂર થાય છે.
નેચરલ પેઈન કિલરઃ
એલોવેરા નેચરલ પેઈન કિલર માનવામાં આવે છે. તે સ્નાયુઓને આરામ આપે છે અને તમને સુખદાયક અસર આપે છે. લાલ એલોવેરા માથાનો દુખાવો અને માઈગ્રેનમાં પણ ઉપયોગી માનવામાં આવે છે.
પીરિયડ્સને નિયમિત કરે છે :
આજકાલ મહિલાઓ અનિયમિત પીરિયડ્સથી પરેશાન રહે છે, તેથી એલોવેરાનો જ્યૂસ પીવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે પીરિયડ્સ દરમિયાન દુખાવો અને ખેંચાણમાં પણ રાહત આપે છે.