આજે અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં ભારે સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. ગઈકાલે સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક હળવા ઝાંપટાથી લઈ સાડા ચાર ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આજે મોટાભાગના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે બુધવારે એકમાત્ર રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોય તમામ તંત્ર એલર્ટ થઈ ગયા છે.

ગુલાબ વાવાઝોડાની અસરતળે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યના આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હાલ ઉત્તરપૂર્વ અરેબિયન દરિયામાં 1.5 કિ.મી.ની ઉંચાઈ પર સાયકલોનિક સરક્યુલેશન સર્જાયું છે. મોનસુન ટ્રફ નોર્મલ પોઝિશનમાં છે. આ ઉપરાંત ગુલાબ વાવાઝોડાની અસરના કારણે આજે વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં મધ્યમથી ભારે વરસાદ જ્યારે અમદાવાદ, સાણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.

આવતીકાલે રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી હોય તમામ સરકારી વિભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કાલે વલસાડ, દમણ દાદરા નગર હવેલી, જામનગર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં મધ્યમથી ભારે જ્યારે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યકત કરાય છે. ગુરૂવારે કચ્છ ઉપરાંત જામનગર, મોરબી અને દ્વારકા જિલ્લામાં જ્યારે શુક્રવારે જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

આજે સવારથી રાજ્યના 30 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ડાંગ અને સોજીત્રામાં એક-એક ઇંચ વરસાદ પડી ગયો હતો. આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘવિરામ જેવો માહોલ રહેશે. ગુલાબ વાવાઝોડાની અસરના કારણે સર્જાયેલુ ડિપ ડિપ્રેશન થોડુ નબળું પડી વેલમાર્ક લોપ્રેશરમાં ફેરવાયું છે જે આજ સાંજ સુધીમાં દરિયાઇ સપાટીમાં આવ્યા બાદ કાલથી વધુ મજબૂત બનશે જેના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ર9 અને 30મીએ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

રાજ્યમાં સરેરાશ 85.40 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 97.29 ટકા

ગુજરાતમાં ચાલુ સાલ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 85.40 ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ 97.29 ટકા પડ્યો છે. હજી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય રાજ્યમાં 100 ટકાથી પણ વધુ વરસાદ પડશે તેવું મનાઈ રહ્યું છે. કચ્છ રિજીયનમાં 93.24 ટકા ઉતર ગુજરાતમાં 70.66 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 76.87 ટકા, સૌરાષ્ટ્રમાં 97.29 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 83.15 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં 1991 થી 2020 સુધીમાં ચોમાસાની સિઝનમાં 840 મીમી સરેરાશ વરસાદ પડે છે. જેની સામે આજ સુધીમાં 717.35 મીમી વરસાદ વરસી ગયો છે. મોસમનો કુલ 85.40 ટકા વરસાદ પડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.