પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર અને આસીસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટેની કાર્યવાહી પુરજોશમાં

૬ ડિસેમ્બર સુધીમાં અઘ્યાપકો બનવા ઈચ્છુકો કરી શકશે અરજી: યુનિવર્સિટીમાં નોન ટીચીંગની ખાલી જગ્યા પર પણ ટુંક સમયમાં ભરતીની જાહેરાત બહાર પડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અઘ્યાપકોની ૫૧ જગ્યા પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં અઘ્યાપકોની ભરતીની જાહેરાતને લઈને અનેકવાર વિવાદ પણ સામે આવ્યો છે ત્યારે હવે અઘ્યાપકોની ખાલી જગ્યા પર ૨૬મી જાન્યુઆરી પહેલા ભરતી થઈ જાય તેવી વિગતો સાંપડી રહી છે. યુનિવર્સિટીમાં નોન ટીચીંગની ખાલી જગ્યા પર પણ ભરતી માટેની ટુંક સમયમાં જાહેરાત બહાર પડે તેવી શકયતા સેવાઈ રહી છે.

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર અને એસોસીએશન પ્રોફેસરની ભરતી માટેની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. આગામી ૬ ડિસેમ્બર સુધીમાં અઘ્યાપકો બનવા ઈચ્છતા ઉમેદવારો ઓનલાઈન યુનિવર્સિટીની વેબસાઈટ પરથી અરજી કરી શકશે. ટુંક સમયમાં નોન ટીચીંગની ૫૫ જેટલી ખાલી જગ્યા પર પણ જાહેરાત બહાર પાડીને ભરતીની પ્રક્રિયા શરૂ  કરવામાં આવશે. અઘ્યાપકોની ભરતીની જાહેરાત બાદ અનેક વખત વિવાદો પણ સામે આવ્યા છે. તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એસ.સી. અઘ્યાપકો પ્રોફેસર ન બને તે માટે સતાધીશો કિન્નાખોરી રાખતા હોવાની ચર્ચા પણ ઉઠી હતી. વર્ષો પહેલા એસ.સી. કેટેગરીનાં પંડયા ઈતિહાસ ભવનમાં અધ્યક્ષ ન બને તે માટે અધ્યક્ષપદ બીજાને સોંપી દેવામાં આવ્યું હતું. અનામતનાં રોસ્ટર નિયમ મુજબ ૧૪.૫ ક્રમ એએસસીની જગ્યાનો છે. કુલ ૩૨ ડાયરેકટર પ્રોફેસરની ભરતી થઈ ગઈ ત્યાં સુધી યુનિવર્સિટીનાં સતાધીશોને ૧૫મો ક્રમ યાદ ન આવ્યો જોકે ત્યારબાદ નવીન શાહે આયોગમાં ફરિયાદ કરી ત્યારે અર્થશાસ્ત્રની જગ્યા તેમનાં માટે મંજુર કરી અને બીજી જગ્યા નિયમ વિરુઘ્ધ આંબેડકર ચેરમાં આપી દેવાઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધયાપકોની ભરતીની જાહેરાત પારદર્શક રીતે થાય તેવી પણ માંગ ઉઠી છે.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 5

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અઘ્યાપકોની ગોઠવણ પ્રકરણમાં અનામતનો ઉલાળીયો કર્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડયું હતું. આસીસ્ટન્ટ પ્રોફેસરમાં ઈડબલ્યુએસની એકનાં બદલે આઠ જગ્યાની ભરતી બહાર પાડી હોવાનું સામે આવ્યું છે. પ્રોફેસરની કુલ જગ્યા મુજબ એસસીની એક જગ્યા પર ભરતીની જાહેરાત બહાર પાડી સતાધીશોએ પોતાના વહાલુડાઓને સમાવવા માટે ચોકઠા ગોઠવ્યા હોય તેવી ચર્ચા પણ ઉઠી હતી. ભરતી બાબતની વાત કરીએ તો અગાઉ પ્રોફેસરની ભરતી મામલે ચાર વખત જાહેરાત બહાર પાડી ભરતી પ્રક્રિયા અટકી ગઈ હતી જોકે હવે મળતી માહિતી મુજબ તાજેતરમાં જે પ્રોફેસર, આસીસ્ટન્ટ પ્રોફેસર અને એસોસીએટ પ્રોફેસરની જાહેરાત બહાર પાડવામાં આવી છે તે ૨૬ જાન્યુઆરી પહેલા પુરી થાય તેવા ચોકકસ સંકેતો સાંપડી રહ્યા છે.

નેટનાં ઈફેકશન પહેલા ટીચીંગ-નોન ટીચીંગ ભરતી પૂર્ણ કરી દેવાશે: દેસાણી

Vijay 1

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર અને આસીસ્ટન્ટ પ્રોફેસરની ૫૧ જગ્યા પરની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે અને આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નેકનાં ઈસ્પેકશન પહેલા ટીચીંગની ૫૧ જગ્યા અને નોન ટીચીંગની ૫૫ જગ્યા પર પારદર્શક રીતે ભરતી કરવામાં આવશે અને ત્યારબાદ નેટનાં ઈસ્પેકશનમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પ્લસ ગ્રેડ મેળવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.