ડાયરેકટર (આઈ.ટી.) સિસ્ટમ એનાલીસ્ટ, પ્રોગ્રામ કમ વેબ ડેવલોપર, ઈલેકટ્રીક સ્ટોર કીપર અને જુનીયર પ્રોગ્રામરની જગ્યાઓ ભરવા અરજી મંગાવાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ મહાપાલિકામાં ભરતીની મોસમ શ‚ થઈ ગઈ છે. આઈ.ટી. વિભાગમાં અલગ અલગ ૧૦ જગ્યાઓ ભરવા માટે આજરોજ જાહેરાત આપી અરજી મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારોએ ૨૫મી સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ૧૦ જગ્યાઓ પૈકી ૯ જગ્યાઓ બીન અનામત અને એક જગ્યા સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગના લોકો માટે અનામત રાખવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકાના આઈ.ટી. વિભાગમાં ડાયરેકટર (આઈ.ટી.)ની એક જગ્યા, સીસ્ટમ એનાલીસ્ટની એક જગ્યા, પ્રોગ્રામર કમ વેબ ડેવલોપરની એક જગ્યા, મોબાઈલ એપ ડેવલોપરની એક જગ્યા, ઈલેકટ્રોનીક સ્ટોર કીપરની એક જગ્યા અને જુનીયર પ્રોગ્રામરની પાંચ જગ્યા સહિત કુલ ૧૦ જગ્યાઓ ભરવામાં આવશે જેમાં ઈચ્છુક ઉમેદવારોએ ૨૫મી સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.કેન્દ્ર કે રાજય સરકારની સંસ્થાઓ અથવા બોર્ડ નિગમ, સાહસ સ્થાનિક સ્વરાજયની સંસ્થા, મહાપાલિકાના કોમ્પ્યુટર વિભાગની જવાબદારી વાળી જગ્યામાં કામ કરવાનો ૭ વર્ષનો અનુભવ ધરાવનાર વ્યક્તિ લાયકાત પાત્ર રહેશે. પગાર ધોરણ ૭માં પગારપંચ મુજબનું રહેશે અને વયમર્યાદા ૨૧ થી ૨૫ વર્ષ સુધીની રહેશે. મહિલાઓ માટે આરંક્ષીત વર્ગોના ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છુટછાટ આપવામાં આવશે. જયારે મહાપાલિકાની કર્મચારીઓ માટે ઉપલી વય મર્યાદા લાગુ પડશે નહીં. વધુ વિગત માટે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં બીજા માળે ‚મ નં.૧માં મહેકમ શાખાનો સંપર્ક કરવો.