સરકારી નોકરીની રાહ જોનારા યુવાઓ માટે મોટા અપડેટ આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરી છે. ધોરણ 9થી 10 સુધી એટલે કે માધ્યમિકના 3 હજાર 517 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 અને 10 માટે ભરતી જાહેર કરાઈ છે. સરકારી શાળામાં 1200, ગ્રાન્ટેડ શાળામાં 2317 જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્યમાં કુલ 3 હજાર 517 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે.

માધ્યમિક શાળાઓ માટે કુલ 3517 ભરતી

ગાંધીનગરઃ ગુજરાતનાં શિક્ષણ વિભાગે શિક્ષક ભરતીની રાહ જોનારા ઉમેદવારો માટે શિક્ષણ સહાયક ભરતીની મહત્ત્વની જાહેરાત કરી છે. જે હેઠળ માધ્યમિક શાળાઓમાં કુલ 3517 જગ્યા માટે ભરતી જાહેર કરી છે. સરકારી શાળાની જગ્યા 1200 અને ગ્રાન્ટેડ શાળાની જગ્યા 2317 ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 24મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. રાજયના શિક્ષણ વિભાગે માધ્યમિક ભરતીની જાહેરાત કરાતા શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે

રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયક (ધો.9/10)

માઘ્યમિક ભરતી જાહેર કરી

કુલ જગ્યા – 3517

સરકારી શાળાની જગ્યા – 1200

ગ્રાન્ટેડ શાળાની જગ્યા – 2317

ગ્રાન્ટેડ શાળામાં

ગુજરાતી માધ્યમ -2258

અંગ્રેજી માધ્યમ -56

હિન્દી માધ્યમ -3

કુલ=2317 જગ્યાઓ ભરાશે

સરકારી શાળામાં 

ગુજરાતી માધ્યમ -1196

અંગ્રેજી માધ્યમ -4

કુલ જગ્યા=1200 જગ્યાઓ

તારીખ 24/10/2024 થી ફોર્મ ભરવાની શરૂઆત થશે.

15/11/2024ના રોજ રાત્રે 11વાગ્યાને 59 મિનિટ સુધી ફોર્મ ફરી શકાશે

ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગત તા. 01 ઓગસ્ટ, 2024ના રોજ આચાર્ય તેમજ ગત તા. 01 સપ્ટેમ્બર, 2024ના રોજ અંદાજિત 4000 જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. હવે, બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.