જામનગર જીલ્લા પંચાયતમાં નવા હોદેદારોની વરણી કરાઇ છે . જીલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે અનુચિત જનજાતિ માટે અનામત હોવાથી એક જ વિકલ્પ હોય તેથી પ્રમુખ નિશ્ચિત છે. મૈયબેન રબારીને પ્રમુખ પદે , ઉપપ્રમુખ પદ માટે હસમુખ કણઝારીયાની વરણી કરાઈ છે .
જીલ્લા પંચાયતમા કુલ 24 બેઠક પૈકી ભાજપના 18 સભ્યો છે. કારોબારી સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન જેઠાભાઈ અધેરા તથા શાસક પક્ષના નેતા તરીકે જગદીશ સંઘાણીને તક મળી છે . સામાજીક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન મેધજી ચાવડા યથાવત રહ્યા છે .