કોલગેટ અને પામોલીન ઈન્ડિયા સહિતની કંપનીઓ દ્વારા ઈન્ટરવ્યુ લેવાયા
આઈ.ટી.આઈ. રાજકોટ અને રોજગાર કચેરી રાજકોટના સંયુકત ઉપક્રમે રાજકોટ આઈ.ટી.આઈ. કેમ્પસમાં મલ્ટીનેશનલ કંપની કોલગેટ પામોલીન ઈન્ડિયા લિમીટેડ સાણંદ જી.આઈ.ડી.સી. જિલ્લો અમદાવાદ દ્વારા આઈ.ટી.આઈ. ઉમેદવારોની જરૂરીયાતના અનુસંધાને ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજયમાંથી આશરે ૯૦૦થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. અને લાયકાત ધરાવતા ઉમેદવારોની ૪૫ મીનીટનું લેખીત પરીક્ષા લેવામાં આવી હતી અને તે ત્રણ તબકકામાં પૂરી કરવામાં આવી હતી.
અશ્ર્વીન ત્રિવેદી રાજકોટ આઈ.ટી.આઈ.ના (સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર)એ જણાવ્યું હતું કે, પ્લેશમેન્ટ બ્યુરોનો ઈન્ચાર્જ છું જેથી આજે કોલગેટ, પામોલીન, સાળંદ જિલ્લો અમદાવાદથી અહીંયા રીકરુટમેન્ટ આઈ.ટી.આઈ.ની રાખવામાં આવેલી છે. ૭ થી ૮ વાર કંપની આવેલી છે. પરીક્ષા પૂર્ણ થયેલ છે અને ઈન્ટરવ્યુ ચાલુ છે અને ૯૦૦ કરતા વધુ ઉમેદવારો દરેક જિલ્લા ને રાજયના આવેલા છે. ઉમેદવારોની માટે ૧૬,૯૦૦ રૂ.પ્રતિ માસ કંપનીના કર્મચારી માટેની પસંદગી કરેલી હોવાની ઉમેદવારોની ખૂબ ઉત્સાહ માટે મહેનત કરી રહ્યાં છે. ૩૫ અથવા ૪૦ ઉમેદવારો અને સારા ઉમેદવારોને પસંદગી કરતા હોય છે. દરેક ઉમેદવાર જે છે એ પોતે અલગ જગ્યાથી આવેલા છે. જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જિલ્લાના ઉમેદવારો ઉપસ્થિત છે. જો આ કંપનીમાં સીલેકશન થઈ જાય તો સારુ કારણ કે ડાઈરેકટ ભરતી થાય છે.