રેલવે, પોસ્ટ, બેન્ક, આયકર, ઉદ્યોગ વિભાગમાં 191 સૌરાષ્ટ્રવાસીઓને રોજગારી મળી
“ગ્રેજયુએટ થયા બાદ છેલ્લા બે વર્ષથી હું વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અન્વયે દિવસમાં દસથી બાર કલાક હું સતત વિવિધ વિષયોનો અભ્યાસ કરતી રહેતી. મારી મહેનત બે વર્ષ બાદ ફળી ને હવે મને સરકારી નોકરી મળી છે. જે સરકાર દ્વારા ઝડપી, પારદર્શક અને ઓનલાઇન ભરતીનું જીવંત ઉદાહરણ છે. ”
ઉપરની આ વાત સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં તાજેતરમાં જ સ્કેલ વનના અધિકારી તરીકે નવનિયુકત થયેલા ધોરાજીના પાટણવાવના ક્રિષ્ના ઠુમરે સહર્ષ જણાવી હતી.
ક્રિષ્નાબેનની જેમ જ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં સ્કેલ વનના પ્રોબેશનરી અધિકારી તરીકેની કાયમી નોકરી મેળવનાર બીજા ઉમેદવાર રાજકોટના રોનક શેઠ છે તેઓ કહે છે કે,”અભ્યાસ બાદ મે ખાનગી નોકરી કરી, જયા વધુ કલાકો અને ઓછુ વેતન હતું. નોકરીની સલામતી ન હતી. જયારે હવે અમને સરકારી સેવાની તક મળી છે. અમારૂ ભવિષ્ય સલામત બન્યુ છે. જે માટે હું સરકારનો આભારી છુ. સરકારી સેવક તરીકે અમે પૂરી નિષ્ઠાથી અમારી ફરજ બજાવીશુ.”
રોનક શેઠ વધુમાં કહે છે કે, “મને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં સ્કેલ વનના પ્રોબેશનરી અધિકારી તરીકેની કાયમી નોકરીનો નિમણૂક પત્ર વડાપ્રધાનશ્રી મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોતમભાઈ રૂપાલાના હસ્તે મળ્યો છે. મારા જેવા 71 હજારથી વધુ લોકોને સરકારી નોકરીઓ મળી છે.જે બદલ અમે સરકારના આભારી છીએ” સરકાર દ્વારા વધુને વધુ લોકોને રોજગારી મળી રહે એ માટે અનેક વિધ અવસર ઉભા કરવામાં આવી રહયા છે. આ સંદર્ભે રોનકભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, “વધુને વધુ લોકોને રોજગારી મળે તે માટે પ્રતિબધ્ધ કેન્દ્ર સરકારે અનેક પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે લાખો યુવાનો રોજગારી મેળવી રહયા છે. રોજગારી આપવામાં સરકાર મોખરે છે. અનેક ક્ષેત્રની કાયાપલટ કરી રોજગારીની તકો યુવાનો માટે નિર્માણ કરાઈ છે. કેન્દ્ર સરકારના રેલવે, પોસ્ટ, બેન્ક, આયકર, ઉદ્યોગ વિભાગમાં મળી 191 સૌરાષ્ટ્રવાસીઓને રોજગારી મળી ” ક્રિષ્નાબેન અને રોનકભાઇ ઉપરાંત પ્રિયંક શર્મા તથા સચિન પાટિલ પણ આ જ બેંકમાં આ જ હોદા ઉપર નિમણૂંક પામ્યા હતા.