૩૧૩ ઉમેદવારો ૧૩ વર્ષથી રાહ જુએ છે
સંવેદનશીલ મુખ્યમંત્રી યુવાનોના મામલે તત્કાલ નિર્ણય કરે: યુવાનોની અરજ
રાજયમાં શિક્ષકોની ભરતી થઇ હતી ત્યારે સંગીત ટાટ પરીક્ષા પાસ ૩૫૩ જેટલા શિક્ષકોને સરકારી ભરતીમાં નિમણુંક આપવા પ્રબળ માંગ ઉઠી છે.ગતિશીલ ગુજરાતનીકેડી કંડારનાર સાંપ્રત ગુજરાત રાજય સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વડપણ હેઠળ મસમોટા સફળ નિર્ણય તેમના લોકપ્રિયતાનું મહત્વનું અંગે છે.
તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા માર્ચ-એપ્રિલ ૨૦૨૧ સુધીમાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં ૬ હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત થઇ છે અને ભરતી પ્રક્રિયાના માઘ્યમિક અને ઉચ્ચ્તર માઘ્યમિકના બે રાઉન્ડ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન પણ પૂર્ણ થયેલ છે પરંતુ આ ભરતી પ્રક્રિયામાં સંગીત ટાટ પાસ ઉમેદવારોને હજી સુધી ઘ્યાને લેવાયા નથી સંગીત આઇ.એ.ટી. પાસ ૩૫૩ ઉમેદવારો વતી ભાવેશભાઇ બાંભણીયા, સંદીપભાઇ વ્યાસ, ધર્મેન્દ્રભાઇ પરમાર, યશભાઇ પંડયા, ભાર્ગવભાઇ રાજયગુરુએ જણાવ્યું છે કે છેલ્લે વર્ષ ૨૦૦૭માં સંગીત શિક્ષકોની ભરતી થઇ ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં સંગતી ટીએટી પરીક્ષા લેવાઇ પરંતુ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની ભરતી ન થતા સર્ટીફીકેટ ની સમય મર્યાદા પૂર્ણ થઇ હતી. વર્ષ ૨૦૧૮-૧૯ માં ફરી સંગીત ટાટ પરીક્ષા લેવાય જેમાં સમગ્ર ગુજરાત રાજયમાં માત્ર ૩૫૩ ઉમેદવારો ઉતીણ થયા, હાલ ગુજરાત રાજયમાં ૩૩૦૦૦ સરકારી અને ૫૦૦૦ જેટલી અનુદાનિત શાળાઓ કાર્યરત છે. મોટાભાગની શાળાઓમાં સંગીત શિક્ષકની જગ્યાઓ ઘણા લાંબા સમયથી ખાલી પડેલી છે.
આ ભરતી પ્રકિય્રામાં ૩૫૩ ઉમેદવારોની ૧૩ વર્ષની આતુરતાનો અંત આવે અને સરકાર તેઓને ભરતી પ્રક્રિયામાં સામેલ કરે તે માટે ગુજરાત રાજય માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક ભરતી પસંદગી બોર્ડ, રાજયપાલ ગુજરાત રાજય શિક્ષણ મંત્રી, ગુજરાત રાજય મુખ્યમંત્રી વેબ પોર્ટલ, મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર પ્રધાન મંત્રી વેબ પોર્ટલ પ્રધાન મંત્રી કેન્દ્રીય મંત્રીય ફરીયાદ ઉકેલ સમીતી વગેરે સુધી લેખીત મૌખિક અને રુબરુ રજુઆતો થઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમલી બનેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ જાતે મુજબ સંગીત જેવા કલા વિષયોને અન્ય વિષયો જેટલૂ જ મહત્વ આપવાનું સુચન કરાયું છે.ઉૈપરાત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતીમાં અયોગ્ય અને કરાર આધારિત શિક્ષકોને પ્રથા બંધ કરી જે તે વિષયના લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણુંક કરવી તેવો પણ ઉલ્લેખ છે.