‘અબતક’ ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાઇ પે ચર્ચા’ માં યોગ ટીચર તેમજ મોટીવેશનલ સ્પીકર દિપકભાઇ પંજાબીએ આર્ટ ઓફ લીવીંગ દ્વારા જીવનના બાગને મહેકાવવા વિષય પર ચર્ચા કરી
માનવીના જીવનમાં આર્ટ ઓફ લીવીંગ શું બદલાવ લાવે છે અને તેના દ્વારા જીવનમાં થતા અનેક ફાયદાઓ તેમના નિષ્ણાંત દ્વારા અત્રે રજુ કરેલ છે.
પ્રશ્ર્ન:- આર્ટ ઓફ લીવીંગ શું છે? મૂળ ક્ધસ્પેપ્ટ શું છે?
જવાબ:- આર્ટ ઓફ લીવીંગની વિશેષતા એ છે કે જીવનમાં કંઇ બાદ બાકી ન કરીએ પરંતુ, જીવનમાં થોડીક વસ્તુઓ ઉમેરીને સુંદર બને, જીવન એક ઉત્સવ બને, ગરૂદેવના કહ્યા મુજબ લાઇફ ઇસ જોય લાઇફ ઇસ લવ લાઇ ઇસ ઇન્યુઝિયાઝમ આ આર્ટ ઓફ લીવીંગ ત્રણ મુખ્ય પાયા છે. જીવન શાંતિ છે. જીવન ઉત્સાહ છે, જીવન પ્રેમ છે. પણ દરેકના જીવનમાં આનો અનુભવ રહ્યો નથી. કયાંકને કયાંક આ અનુભવ ખોવાઇ ગયો છે. બાળકમાંથી મોટા થઇએ ત્યાર સુધીમાં ધીમે ધીમે ખુશીઓ ભુલતા જતા હોય છે. તો તે ખુશી મેળવવી એ જ આર્ટ ઓફ લીવીંગ છે.
પ્રશ્ર્ન:- અત્યારના યુગમાં બધા વ્યકિતઓને ધંધાના, વિદ્યાર્થીઓ ને ભણતરના ટેન્શન છે, તો તેની વચ્ચે લાઇફમાં જોય કે એન્યુઝિયાઝમ કઇ રીતે આવે ?
જવાબ:- એક શ્ર્વાસો શ્ર્વાસની ક્રિયા છે જે સુદર્શન ક્રિયા છે. શ્ર્વાસ દ્વારા આપણાં મનને વર્તમાનમાં લઇ આવી શકીએ મન જયારે વર્તમાનમાં હોય છે એ જ મુકિત છે. એ જ આનંદ છે, એ જ પ્રેમ છે, એ જ શાંતિ છે, શાંતિ એટલે મનનું સ્થિર થઇ જવું જે શ્ર્વાસ દ્વારા મનને સ્થિર કરી શકીએ છીએ. શ્ર્વાસ દોરી છે અને મન પતંગ છે. જેમાં દોરીથી પતંગ પર નિયંત્રણ હોય છે. તેમ શ્ર્વાસ દ્વારા મન પર નિયંત્રણ રહેલું હોય છે. જયારે આપણે ગુસ્સે હોય તો શ્ર્વાસ ફાસ્ટ થઇ જાય છે, દુ:ખી હોઇ ત્યારે શ્ર્વાસ ભારે થઇ જાય છે, ખુશીમાં હોય ત્યારે શ્ર્વાસ સ્યુથ થઇ જાય છે તો આ જ 1961માં સુદર્શન ક્રિયા દ્વારા ગુરૂદેવે આખરી માનવજાતને ભેટ આપી છે.
સુદર્શન ક્રિયા કરવાથી મનનાં બધાં નકારાત્મક ઇમોશન્સ પકડાય ગયેલા છે તે રીલીઝ થાય છે. સપ્રેસ થયેલા તનાવથી બોડીના ઘણાં અવયવો પર અસર પડે છે. જે સપ્રેસ થયેલા તનાવથી થાય છે જેમાં સુદર્શન ક્રિયાએ શ્ર્વાસો શ્ર્વાસની રીધમ છે જેનાથી બોડીનો તાનાવ દુર થઇ જાય છે. આ સુદર્શન ક્રિયા કરવાથી તરો-તાજા અને રિફ્રેશ થઇ જવાય છે.
પ્રશ્ર્ન:- આર્ટ ઓફ લીવીંગ ત્રણ પાયા પર છે, કયાં ત્રણ થાય ? તેની વિસ્તૃત માહીતી શું ?
જવાબ:- પહેલો પાયો સાધના:- સાધના એટલે એવું ધન જે હંમેશા સાથે રહે છે આપણે આપણું શરીર છોડીએ પછી પણ સાથે રહે છે, એટલે સાધના કહે છે. શાસ્ત્રોમાં આગવું મહત્વ રહેલું છે. સાધના એ છે જે કરવાથી મન શાંત થાય છે, મન વર્તમાનમાં આવે આર્ટ ઓફ લીવીંગમાં સાધનાના બે ભાગ રહેલા છે. પહેલું સુદર્શન ક્રિયા અને બીજું સહદ-સમાધી- ઘ્યાન છે. બન્ને સાધનાના ભાગ છે આ કરવાથી મનમાં તાજગી આવે, ઉત્સાહ આવે, પ્રેમ આવે જે માનવીનો સ્વભાવ રહેલો છે. મનમાં અભાવ હોય અથવા પ્રભાવ હોય છે જેના કારણે મનમાં તનાવ ઉભો થાય છે.
બીજા અને ત્રીજો પાયો સેવા અને સત્સંગ:- સેવા આનંદની પરાકાષ્ટા છે. સામાજીક વ્યકિત પરિપકવ ત્યારે જ કહેવાય, જયારે તે પોતાના સુખની ચિંતા ન કરે પરંતુ, બીજા સુખની ચિંતા કરે, દિવ્ય સમાજનું નિમાર્ણ એટલે બીજાના જીવનમાં સુખ લાવે. અત્યારે ‘હેપ્પી નેશ ઇન્ડેક્ષ’ ની વાત એટલે આપણા શાસ્ત્રો તેને નિષ્કામ કર્મ કીધું છે સેવા કીધી છે, જયારે તેમાં અંદરનો આનંદ વધુને વધુ ફેલાય છે. સ-ઇવા એટલે પ્રકૃતિ, પ્રકૃતિમાં જીવીએ એટલે પ્રકૃતિમાં જેમ એક બીજ ના અનેક બીજ થાય તેમ સમાજ ખુશીને વહેંચીએ તો તે અનેક ગણી પાછી આવે છે, અને એજ સેવા છે.
સત્સંગના ત્રણ ભાગ રહેલા છે જ્ઞાન, ઘ્યાન અને ગાન (મ્યુઝિક) જે સત્સંગના ભાગ છે. ઘ્યાન સત્સંગનું અંગ છે જેમાં ઘણી જગ્યાએ ફકત મ્યુઝિક છે, તો અમુક જગ્યાએ જ્ઞાન રહેલું છે. શાસ્ત્ર અનુસાર સત્સઁગના ત્રણ ભાગ હોય છે. આઇ-કયુ, ઇ-કયુ અને એસ-કયુ રહેલા છે. તાળીઓ પાળવાનું સત્સંગમાં મહત્વ છે, મંત્રમાં જુદી જુદી શકિતઓ રહેલી હોય છે, જેમાં મંત્ર મનને તોડે છે અને શાંત કરે છે, જે ઇમોસ્નલ સ્ટેબીલીટી લઇ આવે છે.
પ્રશ્ર્ન:- આર્ટ ઓફ લીવીંગના સેમીનાર થતા હોય તો બાળકો માટે યુવાનો માટે શું પ્લેટફોર્મ હોય છે? તેનો કોન્સેપ્ટ શું છે?
જવાબ:- બાળકો માટે ઉત્કર્ષ યોગા છે, મેઘા યોગા છે જેને આપણે આર્ટ એકસેલ કોર્ષ અને યુથ કોર્ષ પણ કહીએ છીએ, ત્રીજો પ્રોગ્રામ ઇમ્પ્યુઝન, જેને પ્રજ્ઞાયોગ કહી શકીએ, જેમાં બાળકો બધુ બ્લાઇન્ડ ફોલ્ડ કરીને વાંચી શકે, જોઇ શકે, ભવિષ્યવાણી કરી શકીએ, જેમાં આપણે છઠ્ઠી ઇન્દ્રીય સક્રિય બને છે. અને જીવનમાં ઉપયોગી થઇ શકે છે.
યુથ એન્પાયરમેન્ટ તથા સ્કીલસ વર્ક શોપ એમ સેમીનાર કર્યા છે. જેમાં રાજકોટના આર.કે. યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. કરેલ છે. જેમાં ભવિષ્યમાં બધાંજ બાળકો આ સેમિનારનો લાભ લઇ શકે, અત્યારે 1800 થી વધારે બાળકો શીબીરનો લાભ લઇ ચુકયા છે. યુથના જીવનના તમામ પ્રકારના પોબ્લેમ્બસ દુર કરવામાં આવે છે. જનરલ પબ્લીક માટે સવિલ્યન્સના કોર્ષ થતાં હોય છે, પ્રેગ્નેન્સી સ્ત્રી માટે અલગ કોર્ષ થતા હોય છે એમ અલગ અલગ 57 પ્રકારના કોર્ષ થાય છે.
દિપકભાઇ પંજાબી – માનવ જીવન ખુબ મહત્વનું છે શાસ્ત્રના કહ્યા મુજબ સૌ પ્રથમ સૌભાગ્ય મનુષ્ય દેહ પ્રાપ્ત કરવો અને બીજું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, આઘ્યાત્મ તરફ ચાલવું જોઇએ. ત્રીજુ સદેહ ગુરુ હોવા જોઇએ જેનાથી જીવનમાં બધા પ્રોબ્લેમ્બસ સરળતાથી પાર પડી જાય છે. બધું સરળ બની જાય છે. ગુરુનો જીવનમાં હાથ પકડી આગળ ચાલો, આત્મજ્ઞાન કરો અને સમસ્યાને બાજુમાં રાખીને ખુબ આગળ વધો.
આર્ટ ઓફ લીવીંગ દ્વારા કહીએ તો, ભકિત માર્ગ પણ છે અને પ્રસાદ પણ છે, જેમાં સંગીત દ્વારા આપણે ઇશ્ર્વરને પ્રાપ્ત કરી શકીએ આપણાં ગ્રંથો ગવાયા છે, ભગવત ગીતા ને ગીતા કહી છે જે એક જીવનની પરાકાષ્ટા છે. ઉત્કૃષ્ટ અનુભવ છે. સંગીત લાઇફનું અલ્ટીમેંટ બ્લોસમ છે.
આર્ટ ઓફ લીવીંગમાં રપ000 થી વધારે ભારતમાં શિક્ષકો છે જેમાં જુજ જ સાધુ છે, ગુરુદેવના કહ્યા મુજબ, સંસારમાં રહીને સેવા કરવાની છે. બધાને સાથે લઇને સેવા કરવાની છે.
“કુછ જાન કે ચલો, કુછ માન કે ચલો, સબકો અપના બના કે ચલો”