ધનવાણી દીપકે 99.36, પુરબીયા જયે 99.06, ખાંમભલીયા કૌશલે 98.17 પીઆર સાથે બોર્ડનાં ટોપ વિદ્યાર્થીઓમાં સ્થાન હાંસલ કર્યું
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત પ્રવીણકાકા મણીઆર સંકુલ – સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં વિક્રમજનક દેખાવ કરતા ઐતિહાસિક પરિણામ હાંસલ કરી ઘર, પરિવાર, સંસ્થા સહિત શહેરનું સમગ્ર રાજ્યમાં નામ રોશન કર્યું છે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ 72.02 ટકા આવ્યું છે ત્યારે રાજકોટનાં મારૂતિનગર, એરોડ્રામ વિસ્તારમાં આવેલા પ્રવીણકાકા મણીઆર સંકુલનું ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ 83.33 ટકા આવ્યું છે.
ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનાં જાહેર થયેલા પરિણામોમાં રાજકોટના પ્રવીણકાકા મણીઆર સંકુલના વિદ્યાર્થીની ધનવાણી દીપકે 99.36, પુરબીયા જયે 99.06, ખાંમભલીયા કૌશલે 98.17 પીઆર સાથે બોર્ડના ટોપ વિદ્યાર્થીઓમાં સ્થાન હાંસલ કર્યું છે. શાળાનાં 5થી વધુ વિદ્યાર્થીઓ 90 પીઆર ઉપર મેળવ્યા છે.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનાં પરિણામ વિશે જણાવ્યું હતું કે, પ્રવીણકાકા મણીઆર સંકુલ – સરસ્વતી વિદ્યામંદિર સંકુલના છાત્રો દર વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્યપ્રવાહ અને વિજ્ઞાનપ્રવાહનાં પરિણામોમાં ટોપ ટેનમાં સ્થાન મેળવતા આવ્યા છે.
વર્ષોથી બધા જ સંકુલોનું પરિણામ પણ 100 ટકા આસપાસ આવતું હોય છે. સૌથી ઓછી ફી લઈ, સૌથી શ્રેષ્ઠ શિક્ષણ સાથે સર્વોત્તમ પરિણામ મેળવવું એ અમારી પરંપરા છે. કોરોનાકાળમાં જ્યારે સૌથી વધુ પ્રભાવિત શિક્ષણ ક્ષેત્ર થયું છે ત્યારે પણ પ્રવીણકાકા મણીઆર સંકુલનું ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું ઉત્કૃષ્ટ પરિણામ ગૌરવપ્રદ બાબત છે. ગુજરાતભરના ધો. 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું.
આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બલવંતભાઈ જાનીએ જણાવ્યું હતું કે, દસકોથી સરકાર માન્ય વ્યાજબી ફી લઈ કુદરતી-નૈસર્ગિક વાતાવરણમાં સંપૂર્ણ શાળાકીય સુખ સગવડતા સાથે ચાલતા પ્રવીણકાકા મણીઆર સંકુલ – સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં વિશાળ મેદાનથી લઈ અદ્યતન પુસ્તકાલય અને પ્રયોગશાળા છે. અહી માતૃભાષામાં મૂલ્યનિષ્ઠ – સંસ્કારયુક્ત શિક્ષણ આપી બાળકોનો સર્વાંગી વિકાસ સાધવા વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે અહીં આધુનિક ત્રણેય વિષયની લેબોરેટરી છે.
જેઈઈ, નીટ, ગુજકેટ જેવી પરીક્ષાઓની તૈયારીઓ જે-તે વિષયનાં અનુભવી તજજ્ઞો પણ અહીં કરાવવામાં આવે છે. હાલ ધો. 11 વિજ્ઞાનપ્રવાહ – સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ બ્રીજ કોર્ષ વેકેશન બેંચ પણ શરૂ થઈ ચૂકી છે. સરકાર માન્ય વ્યાજબી ફીમાં શ્રેષ્ઠ સુવિધાઓ સાથે સર્વશ્રેષ્ઠ શિક્ષણ પોતાના બાળકોને આપવા ઈચ્છતા વાલીઓ આજે જ શાળાનો સંપર્ક કરે એવું ડો. બળવંતભાઈ જાનીએ જણાવ્યું હતું. આ સાથે જ પ્રવીણકાકા મણીઆર સંકુલ – સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં મંત્રી રમેશભાઈ ઠાકર, કોષાધ્યક્ષ અનીલભાઈ કિંગર, ટ્રસ્ટીશ્રીઓ ખંતીલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, પલ્લવીબહેન દોશી, કેતનભાઈ ઠક્કર સહિત શાળા પરિવારના પ્રધાનચાર્યો, આચાર્યોએ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં વિક્રમજનક પરિણામ મેળવવા બદલ સૌ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.