વડાપ્રધાન મોદીની 56 નહીં 156ની કમાલ સામે તમામ રાજકીય પક્ષો વામણા: ગુજરાતની પ્રયોગશાળામાં કેસરિયો સો ટકા પાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે અનેક રેકોર્ડ બનાવ્યા છે આ વખતની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ઝંઝાવવાથી ચૂંટણી પ્રચાર અને સતત લોક સંપર્ક ની સાથે સાથે વિકાસના અભિગમથી મતદારોએ જુસ્સાપૂર્વક કરીને ભાજપને પૂર્ણથી પણ સવાઈ બહુમતી આપી છે વિધાનસભામાં સૌ પ્રથમ વાર સૌથી વધુ જંગી બહુમતી મેળવવાનો રેકોર્ડ માં 156 બેઠકોએ અગાઉ માધવસિંહ સોલંકી નો સૌથી વધુ બેઠકો મેળવવાનો રેકોર્ડ તોડી નાખ્યો.. આ વખતની ચૂંટણી ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ એ રેકોર્ડની પરંપરા સર્જવા માટે જ નિમિત બની હોય તેમ ભાજપના નામે અનેક રેકોર્ડ નોંધાયા છે1960 માં માધવસિંહ સોલંકીના નામે સૌથી વધુ બેઠક મેળવવાનો રેકોર્ડ ઉપરાંત ભાજપ એ 11 બેઠકો પર એક લાખથી વધુ મતોની લીડ મેળવીને વિજય મેળવવાનું રેકોર્ડ કર્યો છે.
2002માં ચાર ઉમેદવારોએ 1.00,000 ની લીડ મેળવી હતી આ વખતે ભાજપના 11 ઉમેદવારો એક લાખથી વધુ મતે જીત્યા છે બીજા રેકોર્ડમાં ભાજપના 40 ઉમેદવારો અને 1, પચાસ હજાર થી લાખ વચ્ચે ની લીડ થી જીત્યા છે 2017માં આ આંક 21 નો હતો આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઘાટલોડિયા બેઠક પર સૌથી મોટી લીડ સાથે અમીબેન યાજ્ઞિકને 1.92લાખ મતે પરાજય આપ્યો છે ત્યાર પછી સુરતનાચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઈએ આપના પ્રકાશ કોન્ટ્રાક્ટરને 1.86 લાખ મતે પરાજિત કર્યા હતા અને હર્ષ સંઘવી એ આપના પી વી શર્મા સામે 1.17 લાખ મતે વિજય મેળવીને ઇતિહાસ સર્જ્યો છે ભાજપની આ સિદ્ધિ માત્ર મોટી લીડ થી વિજયપુરતી મર્યાદિત રહી નથી પરંતુ વિરોધીઓને જંગી સરસાઈથી પરાજિત કરવા નો પણ રેકોર્ડ નોંધાવનારી બની છે.
ગુજરાત ભાજપની પ્રયોગશાળા રહી છે અને તમામ પ્રયોગો સવાયા સફળ રહ્યા છે છેલ્લી બે લોકસભાની ચૂંટણીઓમાં મોદીના હોમ ગ્રાઉન્ડ ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો ભાજપને આપવાનો રેકોર્ડ ધરાવે છે હવે એવો દિવસો આવ્યા છે કે ગુજરાત વિધાનસભાની બેઠકમાં પણ ભાજપને સર્વાધિક બેઠકો નોજના ધાર મળવા લાગ્યો છે ગુજરાતની પ્રયોગશાળામાં આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400 પ્લસના લક્ષ્યાંકનો રોડ મેપ તૈયાર થઈ ચૂક્યો છે તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.
કોંગ્રેસના 14 અકબંધગઢમાંથી 9ના કાંગરા ખેરવી કેસરિયો લહેરાવવામાં ભાજપ સફળ
કોંગ્રેસમુક્ત ભારતના મિશન પર ભાજપ ને આગળ વધી રહી હોય તેમ ભાજપની રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં વોટ શેર થી લઈ બેઠકોની સંખ્યા વધારવામાં ભાજપને ધારી સફળતા મળી રહી છે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ભાજપ પડકારરૂપ જ નહીં પરંતુ અસ્તિત્વના જોખમ જેવું બની રહ્યું છે ,2022 ની ચૂંટણી ભાજપ પ્રચંડ વિજય થી કોંગ્રેસ માટે ગેમ ચેન્જર બની રહી છે દિશા બદલાઈ ગઈ હોય તેમ વર્ષોથી જળવાઈ રહેલા ગઢ પણ જવા લાગ્યા છે અને કોંગ્રેસના ગઢ ગણાતા 14 માંથી 9 ઉપર ભાજપે કબજો કરી લીધો છે 2002 માં જ્યારે ભાજપનું એક તરફી જુવાર હતો ત્યારે પણ કોંગ્રેસે 14 બેઠકો નો ગઢ અકબંધ રાખવામાં સફળતા મેળવી હતી 1967 થી કોંગ્રેસે ક્યારે ખોયા ન હતા તેવા આણંદના બોરસદ ખેડા ના મહુધા જેવા કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડા પાડીને રામ સોલંકી અને સંજયસિંહ મહિડા આ વખતે મેદાન મારી ગયા છે, બીજી તરફ 24વર્ષમાં 31 બેઠકો પર પ્રભુત્વ રાખનાર ભાજપને આ વખતે આપના ઉમેશભાઈ મકવાણા એ બોટાદ અને ભાજપ છોડી અપક્ષ તરીકે મેદાનમાં ઊતરેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ વાઘોડિયા બેઠક પર જીત મેળવી હતી અલબત્ત સરેરાશ ભાજપે આ વખતે કોંગ્રેસના 14માંથી નવ કિલ્લા શર કરી લીધા હતા