એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. 1,22,99,947/-ની આવક: રૂ. 81.81 કરોડની વસુલાત
રાજકોટ મહાનગરપાલિકાને તેની વિવિધ આવાસ યોજનાના આવાસોના હપ્તા પેટે લાભાર્થીઓ પાસેથી છેલ્લા આઠ દિવસમાં રૂ. 5.10 કરોડની વિક્રમી આવક પ્રાપ્ત થયેલ છે. લાભાર્થીઓની જાગુતતા અંગે ખુશી વ્યક્ત કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, તા.01/04/2021 થી તા.08/04/2021 સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. 5,10,4,637/- (પાંચ કરોડ દસ લાખ ચાર હજાર છસો સાડત્રીસ પુરા) ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. જે પૈકી 90.83%થી વધુ આવક ચેક દ્વારા જયારે બાકીની આવક રોકડમાં થયેલી છે. કમિશનરએ અન્ય એક બાબત ઉજાગર કરતા કહ્યું હતું કે, તા.01/04/2020 થી તા.31/03/2021 સુધીમાં એટલે કે, એક વર્ષના સમયગાળા દરમ્યાન આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. 81,81,26,682/- (એક્યાસી કરોડ એક્યાસી લાખ છવીસ હજાર છસો બ્યાશી પુરા) ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. જે પૈકી 69.08% આવક ચેક દ્વારા જયારે બાકીની આવક રોકડામાં થયેલી છે.
આ સંદર્ભમાં વધુ વાત કરતા કમિશનર એમ પણ ઉમેર્યું હતું કે, તા.07/04/2021ના રોજ એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. 1,22,99,947/- (એક કરોડ બાવીસ લાખ નવાણું હજાર નવસો સુડતાલીસ પુરા)ની આવક થયેલી છે. જે પૈકી 93.32% આવક ચેક દ્વારા જયારે બાકીની આવક રોકડામાં થયેલી છે. જે પૈકી રૂ.1,12,90,000/- (એક કરોડ બાર લાખ નેવું હજાર પુરા)ની આવક માત્ર પ્રધાનમંત્રી યોજના અંતર્ગત બની રહેલ ઊઠજ – ઈંઈં કેટેગરીમાં 542, કઈંૠ કેટેગરીમાં 1268 તેમજ ખઈંૠ કેટેગરીમાં 440 આવાસોના હપ્તા પેટેની છે. આ આવાસ યોજનાનો ડ્રો તા.31/08/2020 ના રોજ મુખ્યમંત્રીના હસ્તે ઈ-ડ્રો કરવામાં આવેલ હતો. જ્યારે તા.07/04/2021 પહેલા તા.03/02/2021ના રોજ એક જ દિવસમાં મહત્તમ આવક રૂ.1,19,42,584/- થયેલ હતી. આ ઉપરાંત તા.05/03/2021ના રોજ રૂ.1,05,64,566/- અને તા.10/03/2021ના રોજ રૂ.1,12,35,584/- તેમજ તા.05/04/2021ના રોજ રૂ.1,04,88,212/- આવક થયેલ હતી.
આજ દિન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત 26,000 થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, ઇજઞઙ – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.
મ્યુનિ. કમિશનરના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહના સીધા સુપરવિઝન હેઠળ આવાસ યોજના વિભાગ દ્વારા સમગ્ર વ્યવસ્થા કાર્યાન્વિત છે.
પ્રધાનમંત્રી યોજના અંતર્ગત બની રહેલ ઊઠજ – ઈંઈં, કઈંૠ તેમજ ખઈંૠ આવાસ યોજનામાં જે લાભાર્થીઓને આવાસ ફાળવાયેલ છે પરંતુ લાભાર્થી હજુ સુધી એલોટમેન્ટ લેટર આવેલ નથી કે પ્રથમ હપ્તા ભર્યા નથી તેઓને તંત્ર દ્વારા તાત્કાલિક આવાસ યોજના વિભાગનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવે છે.