અત્યારે સુધી તમે સાંભળ્યું હશે કે એક ઓવરમાં યુવરાજ સિંહે ૬ સિકસ મારીને ઈતિહાસ રચ્યો હતો ત્યારે આજ રોજ વિજય હઝારે ટ્રોફીની મેચમાં પોતાનો મેજિક ચલાવ્યો હતો. ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે મેચની 49મી ઓવરમાં ૭ સિક્સર મારી હતી. તેની સાત શાનદાર સિક્સરની મદદથી ગાયકવાડે આ મેચમાં બેવડી સદી ફટકારી હતી.

અમદાવાદમાં ચાલી રહેલી વિજય હઝારે ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ સામે ચાલી રહેલી વિજય હજારે ટ્રોફી ક્વાર્ટર ફાઇનલમાં મહારાષ્ટ્ર તરફથી ઓપનીંગ બેટ્સમેં ઋતુરાજ ગાયકવાડે શ્રેષ્ઠ પ્રદશન કર્યું હતું. તેની અણનમ 220 રનની ઇનિંગથી તેની ટીમને નિર્ધારિત પચાસ ઓવરમાં બોર્ડ પર 330 રન બનાવવામાં મદદ મળી હતી. તેણે આ મેચમાં 159 બોલમાં 220 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી.

રૂતુરાજ ગાયકવાડે માત્ર 159 બોલમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગાની મદદથી 220 રનની ઈનિંગ રમી હતી. તેની ઇનિંગ્સનો સ્ટ્રાઇક રેટ 138.36 હતો. રૂતુરાજ ગાયકવાડ ઉપરાંત અંકિત બાવને અને અઝીમ કાઝીએ પણ 37-37 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.

આ ક્વાટર ફાઈનલમાં ઉત્તર પ્રદેશ તરફથી કાર્તિક ત્યાગીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તે જ સમયે, રાજપૂત અને શિવમ શર્માને એક-એક વિકેટ મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.