- ઓનલાઈન ટેક્સ પેમેન્ટમાં છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ: વર્ષ 2023-24માં રૂ. 175 કરોડથી વધુની વસૂલાત: 2151 મિલકતો સીલ: 193 બાકીદારોના નળ જોડાર કપાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ 2023-24નાં નાણાકીય વર્ષ દરમ્યાન રૂ. 365.49 કરોડની વસૂલાત કરી 97.46%ની ઐતિહાસિક ટેક્સ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં નાગરિકોએ ઓનલાઈન રૂ. 175 કરોડ જેવી ટેકસની રકમ ભરપાઈ કરેલ છે. ગત વર્ષ દરમ્યાન જુદાજુદા વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનાં કાર્યક્રમો અને તમામ વોર્ડમાં નાગરિકોને વિવિધ યોજનાઓના લાભો આપવા માટેના સેવાકીય કેમ્પનું બે રાઉન્ડમાં આયોજન કરવામાં આવેલ હતું. આવા પ્રવૃત્ત સમયગાળા દરમ્યાન પણ વેરા વાસૂલ્ત ઝુંબેશની ગતિ જળવાઈ રહે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓએ દિવસ રાત જોયા વગર સખત જહેમત ઉઠાવી હતી એ બદલ તેઓ અભિનંદનને પાત્ર છે.
મ્યુનિ. કમિશનર આનંદ પટેલે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, 2023-24નાં નાણાકીય વર્ષની શરૂઆતથી જ રાજકોટ મહાનગરપાલિકાએ ટેક્સના બાકીદારો સામે કાર્યવાહી શરૂ કરી હતી અને તેના પરિણામે લોકોમાં પણ જાગૃતિ આવી હતી અને ટેક્સ પેમેન્ટનું પ્રમાણ પણ વધ્યું હતું. સાથોસાથ બાકીદારોને ટેક્સ ચૂકવવા પ્રેરિત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ઝોન વાઈઝ અધિકારીઓ અને કર્મચારીઓની બનેલી ચાર ચાર ટીમો બનાવવામાં આવી હતી. ઉપરાંત વર્ષના અંતિમ ત્રિમાસિક સમયગાળા દરમ્યાન ટેક્સ વસૂલાતની કામગીરીને વધુ વેગ આપવા માટે વિવિધ શાખાઓના કર્મચારીઓને જવાબદારી સુપરત કરવામાં આવી હતી.કમિશનરએ વિશે વિગતો આપતા એમ ઉમેર્યું હતું કે, નાણાકીય વર્ષ દરમ્યાન બાકીદારો સામે પ્રોપર્ટી સિલીંગ તથા નળ કનેક્શન ક્પાત જેવા પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં 2151 મિલકતો સીલ કરવામાં આવી અને 193 જેટલા નળ કનેક્શન કપાત કરવામાં આવ્યા હતા.
વર્ષ 2022-23માં મહાનગરપાલિકાએ રૂ. 321.62 કરોડની કુલ વસૂલાત કરી હતી. જેની સાપેક્ષમાં વર્ષ 2023-24માં રૂ.365.49 કરોડ જેવી રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં ઓલટાઈમ હાઈ વસૂલાત કરવામાં આવેલ છે. જે આગલા વર્ષ કરતા રૂ. 43.80 કરોડ વધુ છે. ગઈકાલે પૂર્ણ થયેલ વર્ષમાં 3,95,531 કરદાતાઓએ ટેક્સ ચૂકવેલ છે. જ્યારે તેના આગલા વર્ષે 3,79,270 કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો હતો. આમ આગલા વર્ષની તુલનાએ 16,261 કરદાતા વધુ છે.
આગલા પાંચ વર્ષની ટેક્સ વસૂલાતનાં આંકડા પર નજર ફેરવીએ તો વર્ષ 20158-19માં રૂ.247.22 કરોડ, વર્ષ 2019-20માં રૂ.189.58 કરોડ, વર્ષ 2020-21માં 189.23 કરોડ, વર્ષ 2021-22માં 262.67 કરોડ અને વર્ષ 2022-23માં 321.63 કરોડની વસૂલાત કરવામાં આવી હતી.વર્ષ 2023-24 દરયાન નાગરિકોને ઓનલાઈન ટેક્સ પેમેન્ટ માટે પ્રેરિત કરવા માટે છખઈ જ્ઞક્ષ ઠવફતિંફાા નો ખુબ પ્રચાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ નાગરિકોને તેઓના મોબાઈલમાં મેસેજ કરીને ટેક્સ પેમેન્ટનાં રીમાઈન્ડર પણ આપવામાં આવ્યા હતા. ઓનલાઈન ટેક્સ પેમેન્ટમાં છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ થઇ છે. વર્ષ 2018-19માં રૂ.40.70 કરોડની ટેક્સ વાસૂલ્ત ઓનલાઈન થઇ હતી જેની તુલનાએ વર્ષ 2023-24માં રૂ. 175 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી છે.