એકસપોર્ટ માટે જબ્બરી ડિમાન્ડ નિકળતા સફેદ તલના ભાવમાં આગ ઝરતી તેજી
એકસપોર્ટ માટે જબ્બરી ડિમાન્ડ નિકળતા સફેદ તલના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. આજે રાજકોટ માકેટીંગ યાર્ડમાં સફેદ તલના રેકોર્ડ બ્રેક 3621 રૂપિયા ભાવ બોલાયા હતા. ધાર્યા કરતા બમણાથી પણ વધુ ભાવો ઉપજતા ખેડૂતોમાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો છે. કપાસની પણ આજે રર હજાર મણની આવક થવા પામી છે.
ગત શુક્રવારે રાજકોટ માકેટીંગ યાર્ડમાં સફેદ તલના ભાવ એક દાયકા બાદ 3222 રૂપિયાએ પહોંચી ગયા હતા. આજથી 14 વર્ષ પૂર્વ 2008 માં સફેદ તલના ભાવમાં આગ ઝરતી તેજી જોાવ મળતા સૌથી ઉંચા ભાવ 3300 રૂપિયા બોલાયા હતા. આજે 14 વર્ષ બાદ આ રેકોર્ડ તુટયો છે.
આજે સફેદ તલના પ્રતિ ર0 કિલોના ભાવ લાઇફ ટાઇમ હાઇ 3621 રૂપિયાએ પહોંચી ગયા હતા જો કે આવક માત્ર 6 હજાર મણ જેવી થવા પામી હતી. આજે કપાસની પણ રર હજાર મણની આવક થવા પામી હતી. ભાવ 1910 રૂપિયા સુધી બોલાયા હતા. મગફળીની નવી આવક હાલ સ્વીકારવામાં આવતી નથી. જે 1.35 લાખ ગુણીની આવક થઇ છે તેનો નિકાલ કરવામાં આવી રહી છે. કાલથી નવી આવક સ્વીકારાશે.