જિલ્લામાં ઘણા દિવસ બાદ રેકોર્ડબ્રેક કેસની ગતિ પર બ્રેક લાગી, આજે 701 નવા કેસ
છેલ્લા 24 કલાકમાં સારવાર દરમિયાન 80 દર્દીના મોત જયારે આજે 615 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામા આવ્યા
જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આજે 701 કેસ નોંધાયા છે.મહત્વનું છે કે, જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા હતા. જો કે, આજે ગઈકાલની સરખામણીમાં ઓછા કેસ નોંધાતા રેકોર્ડબ્રેક કેસ પર બ્રેક લાગી છે. જો કે, દર્દીઓના મોતનો સિલસિલો હજી યથાવત છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન 80 દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર જિલ્લામાં આજે 701 કેસ નોંધાયા છે તેમાં 386 કેસ શહેરી વિસ્તારમાં અને 315 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 615 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 80 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા હતા. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 25 હજાર 372 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 47 હજાર 190 લોકોના સેમ્પલ લેવામા આવ્યા છે.
એમ.પી.શાહ મેડીકલ કેન્ટીન ખાલી કરાવાઇ
જામનગરની એમ.પી. શાહ મેડીકલ કેન્ટીનનો મામલો સને-2006 થી વિવાદમાં પરિણમ્યો છે. કેન્ટીનની માલિકી સરકારની હોવાના કારણે રમેશચંદ્ર એન્ડ કાં.ના નામથી સંચાલન કરતાં વિનોદચંદ્ર કનખરાને વિના કારણે ડે.ક્લેક્ટર દ્વારા કેન્ટીન ખાલી કરવાના મામલે ધ ગુજરાત પબ્લીક પ્રીમાઈસીસ (અન ઓથોરાઈઝ્ડ ઓક્યુપાન્ટ્સ) એકટ, 1972 ના કાયદાનો દુરૂપયોગ કરી દિન-1 માં કેન્ટીન ખાલી કરવાનો જોહુકમી ભર્યા હુકમ કરતાં અદાલતે અગાઉની ચાલુ કાર્યવાહીના કામે પ્રકરણની ગંભીરતાને ઘ્યાને લઈ વીડીયો કોન્ફરન્સ થી સુનાવણી હાથ ધરી ન્યાયના હિતને લક્ષમાં લઈ તૂર્ત જ તા.28 એપ્રિલ સુધી કામચલાઉ સ્ટે ઓર્ડર ફરમાવ્યો હતો. જે અંગે આજે એસ.ડી.એમ આસ્થા ડાંગર તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા આ કેન્ટીન ખાલી કરાવવામાં આવી હતી.