- 75 હજાર કટ્ટા ચણાની આવક થતા વાહનોની કતારો લાગી
સૌરાષ્ટ્રના અલગ-અલગ માર્કેટીંગ યાર્ડમાં હાલ વિવિધ જણસીની ચિક્કાર આવક થઇ રહી છે. ત્યારે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે ચણાની ચિક્કાર આવક થવા પામી હતી. 75 હજાર ચણાના કટ્ટા આવતા યાર્ડની બહાર ચારથી પાંચ કિલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગી હતી. ભાવ પણ સારા મળી રહ્યા હોય ખેડૂતોમાં ખૂશાલી જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણાની ભરપુર આવક થવા પામી છે. જેને લઈને યાર્ડની બહાર વાહનોની ચાર થી પાંચ કીમી કતાર જામી હતી. માર્કેટ યાર્ડમાં ચણાનાં 70 થી 75 હજાર કટ્ટાની રેકર્ડ બ્રેક આવક થવા પામી છે. હરરાજીમાં વીસ કિલોના ભાવ રૂ.1000 થી લઈ રૂ.1156 સુધી બોલાયા હતા. ચણાની ભારે આવકને લઈને યાર્ડનાં સતાધીશો દ્વારા બીજી જાહેરાતના કરવામાં આવે ત્યાં સુધી ચણાની આવક બંધ કરવામાં આવી છે.