સરકાર ની ટેકા ના ભાવ ની ખરીદી ચાલુ હોવા છતાં 150000 ગુણી કરતા પણ વધારે આવક

રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં આજે મગફળી ની રેકોર્ડ બ્રેક દોઢ લાખ ગુણી કરતા વધારે આવક નોંધાયેલ છે ખેડૂતો સરકાર ની ટેકાના ભાવ ની ખરીદી હોવા છતાં માર્કેટ યાર્ડ માં મગફળી વેચવા નો આગ્રહ રાખે છે રાજકોટ યાર્ડ માં આજે નવું બન્યા પછી પહેલી વખત આટલી આવક થઈ છે આધુનિક અને વિશાળ યાર્ડ માં પણ મગફળી ઉતારવા માટે જગ્યા ટૂંકી પડી છે મગફળી ની હરરાજી રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલ છે ગઈકાલ કરતા સરેરાસ ભાવ 10 થી 15 રૂપિયા બજાર નરમ છે જીણી મગફળી ના ભાવ 675 થી 760 અને જાડી મગફળી ના ભાવ 640 થી 730 રૂપિયા છે હરરાજી પુરી થાય ત્યારે 18 થી 20 હજાર ગુણી મગફળીનું વેચાણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.