રાજકોટની કે.એસ. એન કણસાગરા મહીલા કોલેજ ખાતે આજરોજ અંગદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અંગદાનનું મહત્વ કણસાગરા કોલેજની તમામ વિદ્યાર્થીનીઓને સમજાવવામાં આવ્યું હતું. આ પુનિત કાર્યમાં ૪૪૪૪ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેન કરાવ્યું હતું.
અને ૪૪૪૪ વિદ્યાર્થીનીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. ખાસ તો મુખ્ય મહેમાન તરીકે આર.જે. મીતા, મેયર ભાવનાબેન આચાર્ય, યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર નિલામ્બરી દવે અને અંજલીબેન રૂપાણી સહીતના મહાનુભાવો ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.અંજલીબેન રૂપાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટની કણસાગરા કોલેજે માત્ર ગુજરાતભરમાં જ નહિ પરંતુ રાષ્ટ્રભરમાં ડંકો વગાડયો છે. અને ઓર્ગન ડોનેશનને લઇને ૪૪૪૪૨ વિદ્યાર્થીનીઓએ શપથ લીધી છે. ખાસ આ અંગે લીમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોધણી કરવામાં આવી છે.ડો. ગીતા મહેતા એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ દર વખતે કંઇક નવું જ કરવામાં માને છે. ત્યારે વુમન એમ્પાવર કેમ પાછી રહે તેને સાર્થક કરવા માટે કણસાગરા કોલેજની ૪૪૪૪ વિદ્યાર્થીઓ અંગદાન માટેની પ્રતિજ્ઞા લઇ રહી છે.
ખાસ તો કણસાગરા કોલેજ, ભાલોડીયા કોલેજ, જીવનદાન ફાઉન્ડેશન, એલ્યુમીનાઇ સંસ્થાઓ આ પવાન કાર્યમાં જોડાયેલા હતા. ઉપરાંત દીકરીઓ દ્વારા આ સંકલ્પ કરવામાં આવ્યો છે. તો ખાસ તો દિકરીએ બે ઘરનો દિવો છે. અને લોકોને દિકરીઓ પાસેથી એક અનોખી જ પ્રેરણા મળી રહેશે.
સાથો સાથ ઉમેર્યુ કે હાલમાં ચક્ષુદાન અને રકતદાનની જે જાગૃતિ છે તેવી હવે અંગદાનમાં પણ આવી જશે. લોકોને સંદેશો આપતા જણાવ્યું કે રાખમાં મળી જતા અંગો એ કોઇક લોકોને પુન: જીવનદાન આપી શકે છે. તો ચોકકસથી અંગદાન કરવું જોઇએ.રાષ્ટ્રીય સેવા યોજના પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામીએ જણાવ્યું કે, કણસાગરા મહેલા કોલેજમાં વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે. નિમીતે એક વર્લ્ડ કિર્તિ સ્થાપીત કરવા જઇ રહ્યા છે. તયારે એન.એસ.એસ, કણસાગરા મહીલા કોલજ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગણ અને જીવનદાન ફાઉન્ડેશનમાં સંયુકત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરુઆત કરી ત્યારનો વિચાર હતો કે ૨૫૦૦ થી ૩૦૦૦ વિઘાર્થીઓ જોડાશે. પરંતુ ૪૪૪૪ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે. અને વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે.અબતક સાથેની વાતચીત દરમિયાન કણસાગરા કોલેજના વાઇસ પ્રિન્સીપાલ જયોતિબેન રાજગુરુએ જણાવ્યું હતું કે અંગદાન જાગૃતિ કાર્યક્રમના બીજા ૧૩ ઓગષ્ટના રોજ રોપાય ગયા હતા. અને આ વખતે ૧૩ ઓગષ્ટના રોજ અંગદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે હું ઇન્સપાયર એવી રીતે થઇ કે મારા નેકસ્ટ ડોર નેઇબર મહેન્દ્રભાઇ એમનું લિવર ૧૦૦ ટકા ફેઇલીયર થઇ ગયું હતું.
અને ડોકરેએ એમ કહી દીધું હતું કે અમે કાંઇપણ ન કહી શકીએ. ત્યારે રાજકોટના અર્થશાસ્ત્રી ડો. કે.કે. ખખ્ખરના દિકરા આનંદ ખખ્ખર તેઓ મીશન ચલાવે છે. તેમને આ લીવર ટ્રાસપ્લાન્ટ કર્યુ મદ્રાસમાં એક ૧૮ વર્ષ ર વર્ષના છોકરાનું રોડ એકિસડન્ટ થયું હતું. તેના પેરેન્ટસએ તમામ ઓરગન ડોનેટ કર્યા તેમાં મહેન્દ્રભાઇના ભાગે લીવર ચાવ્યું. અને તે ૧૮-૨૦ વર્ષના દીકરાનું લીવરએ ૫૦-૫૫ વર્ષના ભાઇને મળ્યું. આ વાતને પણ ૪-૫ વર્ષ વીતી ગયા છે. અત્યારે તેઓ પોતાનું રોજીંદુ જીવન જીવી રહ્યા છે.વધુમાં જણાવ્યું કે આપણું આરટીઓ ડિપાર્ટમેન્ટ છે તેમાં જો તમે ઓર્ગન ડોનેટ કરેલુ હોય તો આપતું જે ડ્રાઇવીંગ લાયસન્સ છે. તેમાં ડીડી લખાઇને આવે છે. એટલે ધારો કે મોટું રોડ એડિસન્ટમાં મૃત્ય થાયફ અથવા બ્રેઇન ડેથ થાય અને મને હોસ્પિટલે લઇ જવામાં આવે તો મારા ખિસ્સામાંથી ડ્રાઇવીંગ લાયસન્સ નીકળે અન તેમાં ડીડી લખેલુંછે. તો તાત્કાલીક ડોકડર્સ મારા પરીવારજનોને સમજાવશે. કે આ વ્યકિત મૃત્યુ પામવાની ઘડીએ છે. તેની ઇચ્છા છે તેના ઓર્ગન ડોનેટ થાય આંખ, ચામડી, દેહ, કિડની, હ્રદય ફેફસા વગેરેનુ દાન થઇ શકે છે.