નવનિયુકત ચેરમેન જયેશ બોઘરાએ વહેલી સવારે માર્કેટીંગ યાર્ડ ખાતે જઈ મગફળીની હરરાજી શરૂ કરાવી; ભાવ 900 થી 1150 રૂપીયા સુધીનો બોલાયો: હવે છ દિવસ મગફળી નહીં લેવાય
અબતક,રાજકોટ
સૌરાષ્ટ્રના સૌથી મોટા પીઠ્ઠા એવા રાજકોટ (બેડી) માર્કેટીંગ યાર્ડ ખાતે આજે મગફળીની રેકોર્ડ બ્રેક 1 લાખ 40 હજાર ગુણીની આવક થવા પામી છે. યાર્ડ રિતસર મગફળીથી ઉભરાય ગયું હતુ. ગઈકાલ બપોરથી મગફળી સ્વીકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતુ. મોડીરાત સુધી મગફળીનો સ્વિકાર કરવામાં આવ્યો હતો યાર્ડના નવ નિયુકત ચેરમેન જયેશ બોઘરા આજે વહેલી સવારે યાર્ડ ખાતે દોડી ગયા હતા. અને મગફળીની હરરાજીનો આરંભ કરાવ્યો હતો. હવે આગામી એક સપ્તાહ સુધી મગફળી સ્વીકારવામાં આવશે નહીં.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પખવાડીયા પૂર્વે એક લાખ ગુણી મગફળીની આવક થતા એક કીર્તીમાન સર્જાયો હતો. જે આજે તુટયો છે. અગાઉ આવેલી મગફળીની હરાજી પૂર્ણ થયા બાદ ગઈકાલે રવિવારે બપોર બાદ મગફળી લેવાનું શરૂ કરવામાં આવ્યું હતુ. યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાના જણાવ્યાનુસાર આજે યાર્ડમાં મગફળીની 1 લાખ 4 હજાર ગુણીની રેકોર્ડ બ્રેક આવક થવા પામી છે. પ્રતિ 20 કિલો અર્થાત એક મણ મગફળીનો મિનિમમ ભાવ રૂ.900થી મેકિસમમ ભાવ રૂ.1150 સુધી રહેવા પામ્યો હતો.
તેઓએ વધુમાં ઉમેર્યું હતુ કે હવે એક સપ્તાહ સુધી મગફળીની નવી આવક સ્વિકારવામાં આવશે નહી આજે થયેલી મગફળીની હરરાજી પૂર્ણ થયાબાદ નવી મગફળી સ્વીકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર માર્કેટીંગ યાર્ડમાં રોજ સરેરાશ 20 થી 25 હજાર મગફળીની ગુણીની હરાજી થાય છ. એક પખવાડીયા પૂર્વ મગફળીની 1 લાખ ગુણીની આવક થવા પામી હતી. દરમિયાન ગત સપ્તાહે કમૌસમી વરસાદના કારણે હરરાજી પણ બંધ રાખવામા આવી હતી. ગઈકાલ બપોરથી ફરી મગફળીની આવક સ્વીકારવામાં આવી છે. અને આજે રેકોર્ડ બ્રેક 1.40 લાખ ગુણીની આવક થવા પામી છે.
ખેડુતોનો કોઇપણ પ્રશ્ર્ન કે માલ નહી બગડે તેની બાહેંધરી: જયેશ બોધરા
આંક દિવસથી મગફળીની આવક બંધ હતી. અને કામથી મગફળીની આવક શરુ થઇ છે. રાજકોટ યાર્ડમાં આ વર્ષમાં સૌથી વધુ 1100 વાહન આવ્યા અને અંદાજે 1 લાખ 40 હજાર ગુણીની આવક થઇ છે. આટલી આવક થવાનું કારણ રાજકોટ યાર્ડ પ્રથમ નંબરનું યાર્ડ છે. પ્રમાણીકતાથી તોલાઇ થાય છે તેમજ ખેડુતને ભાવ પુરા મળે છે તથા ખેડુતોને બધી જ વ્યવસ્થા પુરી કરવામાં આવે છે. અને આજુબાજુના બધા જ તાલુકામાંથી મગફળી અહીયા ઉતારવામાં આવે છે. અને હમણા માવઠામાં 20 થી રપ ટકા જેટલા ખેડુતોએ ઉપાડેલ પાક જે ભીનો થયો હોય તે અસર થઇ છે.
વધારે પડતુ નુકશાન નથી એ સારુ કહેવાય ટેકાના ભાવ કરતા હરરાજીમાં 11પ0 ભાવ સુધી મગફળીની હરરાજી થઇ છે. અને સૌરાષ્ટ્રના દરેક તાલુકામાંથી આવી છે. ખેડુતોને એક વિનંતી કરાઇ છે કે જયારે દલાલોની સુચના માલ લઇને આવવાની મળે ત્યારે જ માલ લઇને આવવું માલ નહી બગડે તેની બાહેધરી છે સાથો સાથ ખેડુતો ને કોઇપણ પ્રશ્ર્ન હોઇ તો સીધો સંપર્ક કરી શકે છે. જયેશ બોધરા મો. નં. 98248 13409 પર ચોવીસ કલાકમાં કોઇપણ સમયે સંપર્ક કરી શકે છે.