ગુજરાતમાં 3.50 કરોડ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી કોરોના સામે સુરક્ષીત કરાયા

ગુજરાતની જનતાને કાળમુખા કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષીત કરવા રાજ્ય સરકાર દ્વારા હાલ વેક્સિનેશનની કામગીરીને એક અભિયાન તરીકે ઉપાડવામાં આવી છે. રાજ્યમાં 3.50 કરોડ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી સુરક્ષીત કરવામાં આવ્યા છે. ગઇકાલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 581446 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતાં.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્યમાં રાજ્ય સરકારે સુશાસનના પાંચ વર્ષ પૂરા કર્યા છે. જેની રાજ્યભરમાં છેલ્લા છ દિવસથી સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરીમાં ગુજરાતે વધુ એક સિમાચિહ્ન હાંસલ કર્યું છે. રાજ્યમાં ગઇકાલ સુધીમાં 3.50 કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે.

ગઇકાલે એક જ દિવસમાં 581446 લોકોને વેક્સિનના ડોઝ આપી એક નવો જ કિર્તીમાન પ્રસ્થાપિત કર્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે અને હવે બીજી લહેર લગભગ પૂર્ણતાના આરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.